• Gujarati News
  • ધોળકાના 22 ગામોને એલર્ટ કરાયા

ધોળકાના 22 ગામોને એલર્ટ કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપરવાસમાંભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં 3 લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાથી ધોળકા તાલુકાના 22 ગામોને એલર્ટ કરાયા હતા. ગામો નદીની આસપાસ હોવાથી પાણી છોડાતા અમુક ગામોમાં પાણી ઘુસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી તેને લઇને જરૂર જણાય ત્યાં સ્થળાંતર કરી તંત્ર સાબદું થઇ ગયું હતું. નદી કાંઠાના ગામોના લોકો પણ પાણી આવવાની શકયતાને લઇને સતર્ક થઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં સુચના પણ આપવામાં આવી હતી.

અંગે ધોળકા પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજથી સાબરમતી નદીમાં બુધવારના વહેલી સવારે 50,000 કયુસેક, ત્યારબાદ 1,60,000 કયુસેક અને બપોર બાદ 1,00,000 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી પાણી ધોળકા વિસ્તારમાં બુધવાર મોડી રાત્રે પહોંચે તેવી શકયતાને લઇને તંત્ર દ્વારા તમામ નદી કાંઠા 22 ગામો સરોડા, રીડપુરા, આંબલયાળા, બદરખા, માંડણપુરા, ચંડીસર, સાથળ, સહીજ, વૌઠા, વિરડી, ઇંગોલી, ગાણોલ, વટામણ વગેરે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 704 લોકોને સરકારી નિશાળો વગેરેમાં સ્થળાંતર કરાવી, નદી ઉપરના તમામ નાનામોટા પુલો બંધ કરાવી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપી વહીવટી તંત્રના તમામ કર્મચારીને ફરજ ઉપર મુકી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતર કરનારા લોકો માટે ફૂડપેકેટ બનાવડાવી, તમામ ગામોમાં જરૂરી સુચના અને ચેતવણી આપવામાં આવી છે.

ધોળકાના નદી કાંઠાના તમામ 22 ગામોમાં પાણી આવવાના સમાચારના કારણે લોકોમાં થોડો ડર ફેલાયો હતો અને ખેતીના પાકોને નુકસાન થશે, માલ મીલકતને નુકસાન થશે તેવી શકયતાથી પંથકના લોકો નિરાશા ફરી વળી હતી અને ખેતરોમાં તેમજ નીચાણવાળા ભાગોમાં જયાં કંઇ કોઇ મીલકત, પશુધન, ઘાસચારો વગેરે સરખા કરી દીધા હતા અને કોઇ નુકસાન ના થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા.

તમામ 22 ગામોમાં પાણી આવવાના સમાચારના કારણે લોકોમાં થોડો ડર ફેલાયો હતો અને ખેતીના પાકોને નુકસાન થશે, માલ મીલકતને નુકસાન થશે તેવી શક્યતાથી લોકોમાં નિરાશા ફરી વળી છે. ખેતરો અને નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોએ જરૂર વસ્તુઓ સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.

લોકોમાં ભય ફેલાયો

સાબરમતી નદીમાં પાણી છોડાતા સરોડા ગામે પુલ પાણીમાં ડૂબી જવાની સંભાવના હોવાથી વાહનવ્યવહાર બંધ કરવા સૂચના અપાઇ છે. /રાજવીરસિંહ ચાવડા

સાવધાન| ચાર દિવસથી અવિરત વરસાદ પડવાથી સાબરમતી નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું