તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં અડધો ઈંચ વરસાદ, નિચાણમાં જળબંબોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળામાંરવિવારે સમી સાંજના ચાર વાગ્યા પછી એકાએક વાદળો ઘેરાવા લાગ્યા હતા. વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જોરદાર વરસાદ શરૂ થતાં નગરજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

જોરદાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં માટીની મહેંક ફેલાઈ જવા પામી હતી તેમજ ગરમીથી છૂટકારો થવા પામ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અડધો કલાક સતત વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં 12 એમ.એમ. (અડધો ઈંચ) વરસાદ પડ્યો હતો. વાદળો કાળાડીબાંગ છવાયા હતા અને વીજળીના કડાકા થતા ભારે વરસાદ થશે તેવી આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. અને અડધો ઈંચ વરસાદ થવા પામ્યો હતો. તેમ છતાં બાવળા શહેરના નિચાણ વા‌ળા વિસ્તારોમાં અડધા ઈંચમાં એક ફુટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતાં. બાવળાના હાર્દસમા ગર્લ્સ સ્કુલ રોડ ઉપર, ગર્લ્સ સ્કુલ ચોકડીથી સંપન્ન ચોકડી સુધીના રોડ ઉપર, ધોળકા સ્વામી નારાયણ મંદિર પાસે, સમર્પણ સોસાયટી બહાર રોડ ઉપર, ઈન્દ્રપ્સ્થ સોસાયટી, બળીયાદેવ વિસ્તાર વગેરે વિસ્તારમાં એક ફુટથી વધારે પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ, રાહદારીઓ, વાહનચાલકો અને નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ વિસ્તારોમાં બે-ત્રણ વર્ષથી પાણી ભરાઈ રહે છે. અને ચોમાસામાં નગરજનોને તકલીફ પડે છે છતા નગરપાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો, કોર્પોરેટરોના પેટનું પાણી પણ હલતું નથી. લોકોને પડતી તકલીફોની પણ પરવા નથી. પાલિકા પ્રિ-મોન્સૂન પ્લાન પણ બનાવતી નથી. જેથી નગરજનોમાં પાલિકા તંત્ર ઉપર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે ધોળકા રોડ દોઢ ફુટ જેટલો ઉંચો બનાવવામાં આવતા ઈન્દ્રપ્રસ્થ સોસાયટી નિચાણમાં આવી ગઈ છે. રોડ બનતો હતો ત્યારે સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા મામલતદાર, ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપ્યું હતું. છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નહી આવતાં અડધા ઈંચ વરસાદમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે.

બાવળા નગરના હાર્દસમા ગર્લ્સ સ્કુલ રોડ ઉપર, ગર્લ્સ સ્કુલ ચોકડીથી સંપન્ન ચોકડી સુધીના રોડ ઉપર, ધોળકા સ્વામી નારાયણ મંદિર પાસે, સમર્પણ સોસાયટી બહાર રોડ ઉપર, ઈન્દ્રપ્સ્થ સોસાયટી, બળીયાદેવ વિસ્તાર વગેરે વિસ્તારમાં એક ફુટથી વધારે પાણી ભરાઈ ગયા હતાં. - ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો