તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકા હાઇવે પર બસ અને CNG રિક્ષા અથડાતા એક વ્યકિતનંુ મૃત્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાહાઇવે પાસેના કલિકુંડથી પુલેન ચોકડી વચ્ચેના માર્ગ પર વિશ્વા હોટેલ પાસે લકઝરી સ્ટાફ બસ અને સીએનજી રિક્ષાને અથડાતા એક વ્યકિતનંુ ઘટનાસ્થળે મોત થયુ હતુ.

પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યાનુસાર ગત તા.૧૬-૦૭-૨૦૧૬ ના રોજ સાંજે ૬:૧૫ વાગ્યાની આજુબાજુના સમયગાળામાં લકઝરી સ્ટાફ બસ અને રીક્ષાની સાથે લકઝરી બસનો ડ્રાઇવરની ગફલતથી અકસ્માત સર્જાયો હતો. જ્યારે રિક્ષા મુ્સ્તફાભાઇ સુલેમાનભાઇ જારોલી(ઉ.વ.૩૮)(રહે.પીસાવાડા ગામ) ચલાવી રહ્યા હતા. એકાએક બસની પુર ઝડપથી રીક્ષાને ટક્કર વાગતા રીક્ષા પલ્ટી ગઇ હતી અને રિક્ષાચાલક મુ્સ્તફાભાઇને માથામાં ઇજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.

જ્યારે રિક્ષામાં પાછળ બેસેલ તેમના પત્ની નસરીનબેન પુત્ર હૈદરને પણ ઇજા થઇ હતી. અને તથા તેમની પુત્રી ને સામાન્ય ઇજાઓ થઇ હતી. પીસાવાડાના રહેવાસી બાકીરભાઇ ઇસ્માઇલભાઇ લકઝરી બસના ડ્રાઇવર વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે. હજુ સુધી ડ્રાઇવર ફરાર છે. ઈજા પામેલા મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો