તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપતિપુરા મંદિર સુધીના એપ્રોચ રોડની કાયાપલટ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા તાલુકાના કોઠ ગામે રાજ્યના મહેસુલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રવિવારે વિશેષ સમારોહ યોજાયો. જેમાં કોઠમાં સુપ્રસિધ્ધ ગણપતિપુરા મંદિરના સુધીના એપ્રોચ રોડની રૂા. 35 લાખના ખર્ચે કાયાપલટ કરવાની અન્ય બે કરોડના ખર્ચે નવા રોડ બનાવવાના કામ માટે ભૂમિપૂજન કરાયું હતું. પ્રસંગે પંથકના અગ્રણીઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

કોઠના જિલ્લા ડેલીગેટ સદસ્ય કિરીટસિંહ ડાભીના જણાવ્યા મુજબ કોઠ ગામના દરવાજાથી રેલ્વે સ્ટેશન સુધી ૧.૯ કરોડ ખર્ચે બનશે. રેલ્વે સ્ટેશન સુધીનો રોડ રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર છે. જે ટ્રિમિકશનો હશે. તેની સાથે અન્ય એક રોડ રેલ્વે સ્ટેશનથી ગણપતિ દાદાના સુપ્રસિધ્ધ મંદિર સુધીનો માર્ગની પણ રૂા. ૩૫ લાખના ખર્ચે યાિત્રકોની સુવિધા માટે કાયાપલટ કરાનાર છે. ભુમિપૂજન સમારોહમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યા હતું કે ‘રાજ્ય સરકાર તરફથી હાલ ગ્રામ્યના વિકાસનાં કાર્યો તેમ પ્રાથમિક સુવિધાના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે. ધોળકામાં મુખ્ય રસ્તાઓનું નવિનીકરણ કરી નવા બનાવવાનું કામ જારી છે. પ્રજાને સ્વચ્છ પાણી મળી રહે તે માટેના તેઓ બનતાં પ્રયત્ન કરી રહ્યા છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બધી સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો ચાલુ છે. તેઓએ વધુમાં ગ્રામજનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તે દિશામાં કાર્યરત થવા આહ્વાન કર્યું હતું.

મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન

અન્ય સમાચારો પણ છે...