• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • કુંડળ સ્વામિ. મંદિરમાં અંજુ નરશી પારિતોષિક કાર્યક્રમ યોજાયો

કુંડળ સ્વામિ. મંદિરમાં અંજુ નરશી પારિતોષિક કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે અંજુ નરશી પારિતોષિક કાર્યક્રમનો પ્રારંભ પુ.જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા દિપપ્રાગ્ટય કરી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રવજીભાઇ ગાબાણીએ જણાવેલ કે મને માતા પિતાની હૈયાતીમાં એમનું જીવતા જ સાહિત્યીક જગતીયું કરવું હતું એટલે અંજુ નરશી પારિતોષીકની શરૂઆત કરવામાં આવેલ. તેમજ વિધ્વાન કેળવણીકાર અને સાહિત્યકાર ડો. રક્ષાબેન દવેએ બાળ સાહિત્યના સ્વરૂપો અને આપણે તથા બાળસાહિત્યની અવધારણાનું સમગ્રલક્ષી ચિંતનાત્મક દર્શન પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. માધ્યમિક શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી કવિયીત્રીઓની કવિતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ કિશોર રામદેવપુત્રનું વાંસળી વાદન અને મનહર રવૈયા તથા બાબભાઇ ખાચરનું હાસ્યરસની લિજ્જત કરાવતું જોક્સનું હુલ્લડ અને રવજીભાઇ ગાબાણીની કવિતાએ ભારે રંગ જમાવ્યો હતો. ત્યારબાદ બીજા સત્રમાં યશવંત મહેતાના અધ્યક્ષપદે ધરમશીભાઇ મોરડીયાના અતિથિ વિશેષ પદે આરંભાયેલ સત્રમાં નટવર પટેલે બાળસાહિત્યના ઉદેશ અને એના પ્રેરકબળ વિશે સુંદર વિચારો રજુ કરેલ તેમજ કિરીટભાઇ ગોસ્વામી અને રમેશ ત્રીવેદીને બાળકાવ્ય શ્રેણીના પુસ્તકો માટે રૂ. 21000નું પ્રથમ પારિતોષીક સંયુક્ત રૂપે પ્રદાન કરાયું હતું રૂ. 11000 નટવરભાઇ પટેલ અને ડો. અરૂણીકા દડુને વાર્તશ્રેણી માટેના પુસ્તકો માટે એનાયત કરવામાં આવેલ. તેમજ તૃતીય ઇનામ રૂ. 5100 બાળસાહિત્ય પરિઘમાં પુસ્તક માટે વિવેચન શ્રેણી માટે આપવામાં આવેલ. ડો.રક્ષાબેન દવેને બાલ સાહિત્યમાં સમગ્રતમ પ્રદાનબાદ નાનુભાઇ મોહનભાઇ વીડીયા લાઇફ ટાઇમ એવોર્ડ 2017 એનાયત થયેલ જેની ધનરાશી રૂ. 11000 દેવજી ત્રી થાનકી ગિરા પીનાકીન ભટ્ટ અને ડો. ધર્મેન્દ્ર પટેલ ને રૂ. 5100 અને જામભા ઝાલાને વિશિષ્ટ સન્માન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...