તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિલ્વર જ્યુબિલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાવિદ્યાપ્રચાર મંડળ સંચાલીત સરસ્વતી કન્યા વિદ્યામંદિર કલીકુંડ ને વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થતાં સંસ્થાએ સંપૂર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અનુસંધાને “જ્ઞાનસત્ર” યોજેલ જેમા ગુજરાત રાજ્યના સચીવ તરીકે સેવાઓ આપી ચૂકેલ તેમજ વડોદરા, નડીયાદ કલેક્ટર નો ચાર્જ સંભાળેલ અને હાલમાં ગુજરાત સાહીત્ય એકેડમીમા સફળ સેવા આપતા ભાગ્યેશભાઇ ઝા શાળાના સંચાલકો ટ્રસ્ટીઓ શિક્ષક ગણ તથા વિદ્યાર્થીનીઓને જ્ઞાનસત્રમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ સુંદર માર્ગદર્શન આપ્યુ હતુ. તેઓએ અંગ્રેજી શિક્ષણ વિશે અને અંગ્રેજી ને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. તેના કારણે આપણી ભવ્ય સંસ્કૃતિ ભુંસાતી જાય છે. આપણી રહેણી કરણી સંસ્કાર ઉપર અંગ્રેજી ભાષાનું ભુત વળગે છે. આપણે અંગ્રેજી બોલનાર થી જલ્દી અંજાઇ જઇએ છીએ. તે ખુબજ ખોટુ છે.

હાલની નવી પેઢીને અંગ્રેજી માધ્યમનો મોહ વધુ છે. હા અંગ્રેજી તથા બીજી ભાષાઓ જાણવી જોઇએ પરંતુ તે ભાષા આપણા ઉપર હાવી થવી જોઇએ. અંગ્રેજીના મોહને કારણે આપણે આપણી ગુજરાતી ભાષા અને તેનો ભવ્ય વારસો ગુમાવતા જઇએ છીએ. આપણે આપણા મહાન સંતો- મહંતો-વીરોને ભુલતા જઇએ છીએ. આપણ ને આપણી ગુજરાતની ખુમારી નો ગર્વ હોવો જોઇએ. હુ આપણી ગુજરાતી ભાષાને માતા ગણુ છુ. હીન્દી ભાષાને બહેન ગણુ છુ. સંસ્કૃત ભાષા દાદી સમાન છે. જ્યારે અંગ્રેજી ભાષા પડોશ માં રહેતી સુંદર કન્યા છે. આજના શિક્ષણ માં શિક્ષકો પોતાને ખુબજ નીચી કક્ષાએ જુએ છે. શિક્ષકા-ગુરૂ નુ સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે.

શિક્ષકનું સ્થાનતો સમાજના દરેક ના હદયમાં છે. આપણા દેશ માથી અંગ્રેજો ગયા પણ તેઓ શિક્ષણમાં વારસામાં તેમની અંગ્રેજીની છાય આપણને આપતા ગયા. ભાગ્યશભાઇ ઝા પોતાના પ્રવચનમાં શાળની વિદ્યાર્થીનીઓ શિક્ષકગણ તથા સંચાલકોને હળવી શૈલીમાં સુંદર માર્ગદર્શન આપ્યુ હતુ.

જ્ઞાનસત્રમાં શ્રી ભાગ્યશભાઇ ઝા માર્ગદર્શન આપી રહ્યા છે. માર્ગેશમોદી

દેશને ભણેલાએ વધુ નુકશાન કર્યુ : ભાગ્યેશ ઝા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો