તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST બસ પલટતા દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોળકાતાલુકાના ભોળાદ સરગવાળા ગામ વચ્ચે રોડ ઉપર જઇ રહેલ ધોળકા એસ.ટી ડેપોની બસના ડ્રાઇવર એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇને ખાળીયામાં ઉતરી ગઇ હતી. જેથી બસના મુસાફરી કરી રહેલ ઘણા બધા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. સારી વાત એવી છે કે અકસ્માત માં કોઇ મોટી જાનહાની પહોચી નથી. ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે ધોળકાની ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રે રાહતનો દમ લીધો હતો.

સરગવાળા અને ભોળાદ ગામ વચ્ચેના રોડ ઉપર પેસેન્જર ભરેલી બસ અકસ્માત થયા ની વાત વહેતી થતાં ભોળાદ, સરગવાળા તથા આજુબાજુના અન્ય ગામ ના રહેવાસી લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા. બનાવ અંગે કોઠ પોલીસ મથકને જાણ થતાં અહીંનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ધોળકા તાલુકાના ભોળાદ સરગવાળા રોડ પરની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો