તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકા તાલુકાના અરણેજ ગામમાં બાળમેળા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

ધોળકા તાલુકાના અરણેજ ગામમાં બાળમેળા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા તાલુકાના અરણેજ ગામમાં બાળમેળા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. તારીખ.25-02-2016 ને ગુરૂવારના રોજ સવારે સમય 11 થી 5 કલાક સુધી પ્રાથમિક શાળા અરણેજમાં “બાળમેળા” અને ગુજરાતી ભાષાઓ ઓલિમ્પીયાડ સ્પર્ધાનું ભવ્ય અમલીકરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં બાલમેળામાં સ્વચ્છતા જાગૃતિ, રંગોળી, સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિઓ કાગળકામ, માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ,ચિત્રકામ તેમજ પર્યાવરણ જાગૃતિ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. તેમજ બાળકોને રમત-ગમત (સંગીત ખુરશી,લીંબુ ચમચી, કોથળાદોડ) જેવી પ્રવૃતિઓ તેમજ ગુજરાતી ભાષા આલિમ્પીયાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ જેમા શબ્દશોધ, વકૃ્ત્વ,વાંચન ,શ્રૃતલેખન, વાર્તાકથન, લોકવાર્તા એકપાત્રીય અભિનય જેવી વિવિધ પ્રવૃતિઓ થઇ હતી. } માર્ગેશમોદી

ધોળકા તાલુકાના અરણેજ ગામે બાળમેળાનું ભવ્ય આયોજન

અન્ય સમાચારો પણ છે...