ભાસ્કર ન્યૂઝ.ધોળકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ધોળકા
ધોળકાપ્રાંત અધિકારી, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ દ્વારા જિલ્લા કલેકટરની સુચનાથી જમ્મુ-કાશ્મીરમાં આવેલ ભયાનક પુરની પરિસ્થિતીને કારણે લોકોને પડી રહેલ હાલાકીમાં યથાશકિત મદદ પહોંચાડવા ધોળકા પંથકમાંથી 5000 જેટલા ફુડ પેકેટ બનાવી િજલ્લા કલેકટર કચેરી ખાતે મોકલી આપ્યા હતા.
ફુડ પેકેટ બનાવવા તેમજ મોકલવવા માટે ધોળકા શહેરના સેવાભાવી લોકો પંકજભાઇ િત્રવેદી, રાજુભાઇ શાહ (મેયર), ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભાઇલાલભાઇ મોદી, રીનાબેન િત્રવેદી, બહાદુરસિંહ રાઠોડ, રાજુભાઇ ઠાકર વગેરેએ જરુરી વ્યવસ્થા કરી ફુડ પેકેજ બનાવી તાલુકા તરફથી પુર પીડીતોને મદદ થાય તે માટે ભારે જહેમત ઉપાડી હતી. જ્યારે અંગે પ્રાંત અધિકારી, મામલતદાર અને રેવન્યુ ટીમને કામગીરીમાં સહભાગી બન્યા હતા.
ધોળકામાંથી જમ્મુ-કાશ્મીર પૂર પીિડતો માટે ફૂડ પેકેટ મોકલાયાં