તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકામાં કચરાના ઢગ, ગાયો કચરો ખાવા મજબૂર બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ ગાંધીજીની જન્મ જયંતી ગઇ, દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીને લોકો આજે પણ યાદ કરે છે. ભારતના વડાપ્રધાનને સ્વચ્છતા પ્રત્યે મહાત્મા ગાંધીનો આગ્રહ જોઇ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. ધોળકાના મેઇન બજાર શાકમાર્કેટ અને બડી બુ પોલીસ ચોકી પર કચરાના ઢગલા જોઇ નગરપાલિકાની બેદરકારી જણાઇ આવે છે. નિયમિત રીતે કચરો ઉપડતા ન હોવાના કારણે રસ્તા પર નીકળતા મોઢા પર રૂમાલ રાખવો પડે છે. આ રસ્તા પર શાળાના વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. આ ઉકરડાના કારણે મચ્છરોનો ત્રાસી વધી જવા પામ્યો છે. વળી, આ ઉકરડામાંથી ગાયો ખાવા કચરો ફેંદીને આરોગતી હોય છે. કહેવાય છે કે ગાયમાં 84 કરોડ દેવતાનો વાસ છે પણ શાસ્ત્રોના થોથામાં રહી ગયું છે. નગરપાલિકા નિયમિત રીતે કચરાનો નિકાલ કરે તેવી લોક માગ ઉઠી છે.તસવીર-માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...