તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકા શહેરમાં ગુમાસ્તા ભંગ કરવા બદલ 10 વેપારીઓને નોટીસ ફટકારી

ધોળકા શહેરમાં ગુમાસ્તા ભંગ કરવા બદલ 10 વેપારીઓને નોટીસ ફટકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાનગરપાલિકા તંત્ર દ્વારા ગુમાસ્તા ધારાની કડક અમલવારી કરાતા ધોળકાના વિવિધ બજારો સજ્જડ બંધ રહ્યા હતા. 10 જેટલા દુકાનદાર વેપારીઓને નોટીસ ફટકારવામાં આવતા નગરના વિવિધ બજારોમાં સોપો પડી ગયો હતો.

ધોળકા નગરના કલીકુંડ મધીયા વિસ્તાર સહતી નગરના મુખ્ય બજારો જેવા કે દોશી હાટ બજાર, કાથી બજાર, લકી ચોક, જામપીઠ શાકમાર્કેટ વિસ્તાર, અલકા રોડ, જુના તથા નવા બસસ્ટેન્ડ વિસ્તારોમાં ગુમાસ્તા ધારાની કડક અમલવારી પાલિકા સી.ઓ. એસ.કે. કટારાની સુચના અને માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી.

અશોકભાઇ પંજાબી, ભગવાનદાસ ગુર્જર અને ભીખુમિઁયા મલેક વિવિધ બજાર વિસ્તારમંા ફરી ગુમાસ્તા ધારાની કલમ (18)(1) મુજબ વેપારી દુકાનદારોને ગુમાસ્તા ધારાની અમલવારી કરાવી હતી.

દરમિયાન રાજકીય પીઠુઓના જોરે કુદાકુદ કરતા અમુક વેપારીઓની આન, બાન, શાન ઠેકાણે લાવવા પાલિકાની ગુમાસ્તા ધારા ટીમો નોટીસો ફટકારવામાં માંડી હતી. 10 જેટલા વેપારીઓ દુકાનદારોને નોટીસ ફટકારી દેતા ધોળકા શહેરની બજારોમાં સોપો પડી જવા પામ્યો હતો.

દોષિત વેપારીઓના નામ

દિનેશભાઇમણીલાલ રાણા, બાબુભાઇ ચીમનલાલ રાણા, અમૃતલાલ શંભુભાઇ રાણા, માનસી ફેશન, ગુરુકૃપા મોબાઇલ, પાનવાલા પ્રોવિઝન, નટવરલાલ મંગળદાસ રાણા, રાજશ્રી મોબાઇલ, કૃણાલ સેલ્સ એજન્સી ,

રજવાડી ટ્રેડર્સને નોટીસ પાઠવવામાં આવી.

દુકાનોમાં નોકરીયાતોમાં એક દિ’ની રજાથી ખુશી છવાઇ

તંત્રએ કડક અમલવારી કરાવતા બજારો સજ્જડો બંધ

અન્ય સમાચારો પણ છે...