તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે 85 RCC રોડનું નિર્માણ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોળકાનગરમાં છેલ્લા બે વર્ષથી વિવિધ વિકાસનાં કામો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ગ્રન્ટો માથી કરવામાં આવી રહેલ છે. તે પૈકી ચાલુ વર્ષે ધોળકા નગરનાં વિવિધ વિસ્તારોમાં ૮૫ જેટલા રોડ બનાવવા માટે ના વિકાસ કામોને સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરોડ ૩૫ લાખનાં ખર્ચે સી.સી.રોડ તેમજ આર.સી.સી રોડ બનાવવામાં આવશે.

બાબતે ધોળકાનગરપાલીકાનાં ચીફ ઓફિસર સુરેશભાઇ કટારા, પ્રમુખ ભારતીબેન રાણ તથા કારોબારી ચેરમેન સંજયભાઇ પટેલ તથા ઉપપ્રમુખ રાજુભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ધોળકા નગરમાં ચાલુ વર્ષે ૨૦૧૬માં અંદાજીત નગરનાં મોટા ભાગનાં વિસ્તારો દરેક જ્ઞાતિનાં વિસ્તારો ને સાકળી લઇને કોઇને અન્યાય થાય તે મુજબ રાજ્ય સરકારની સ્વણીમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ અંતર્ગત યુ.ડી.પી ૮૮ ગ્રાન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ અન્વયે કામો વર્ષ ૨૦૧૫-૧૬નાં આર.એન્ઙ.બી (રોડ અને. બાંધકામ) વિભાગનાં એસ.ઓ.આર ભાવ મુજબ પ્લાનનો અંદાજો બનાવી માર્ગ અને મકાન પેટા વિભાગ ધોળકા દ્રારા ૮૫ રોડના કામોની તાંત્રિક મંજુર મળી ગયેલ છે. આથી નીચે મુજબનાં જુદાજુદા વિસ્તારોમાં સી.સી. તેમજ આર.સી.સી રોડ બનાવવામાં આવશે.

નવા બનનારા માર્ગોમાં ભાલાપોળ ખોખર ચકલા વિસ્તારની અંદરનાં રોડ, મહાકાળી મંદિર વેજલપુર ગોલવાડ આજુબાજુનાં નાનામોટા રોડો, મેનાબેન ટાવર આજુબાજુનાં નાનામોટા રોડ, કલીકુંડ વિસ્તારની સોસાયટીઓના રોડો તથા મફલીપુર વિસ્તારના રોડો, મહમ્મદી હાઇસ્કુલથી જુની નગરપાલિકા મીરકુવા, જુની પોસ્ટ ઓફીસ, સોનારકુઇ તથા રેનવાડા દીવાની કોર્ટ, કાજી ટેકરા, બુરજ રોડ, ખારાકુવા, ચીતરવાડીયા હસનઅલી હાઇસ્કુલ, જુની શાકમાર્કેટ પાસે, અલકા ટોકીઝ રોડ, બાકડીયા શેરી, મહાલક્ષ્મી માતાની પોળ, કાચ પોળ બામણ પીઠ, ઉપલાણા આજુબાજુના રોડો, રબારીવાસ તથા સમગ્ર ધોળકાનાં મોટાભાગનાં નાનામોટા રોડોનો સમાવશે કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૩-૧૪ માં રાજ્ય સરકાર દ્રારા ભુગર્ભ ગટર બનાવાઇ હતી. તે અનુ સંધાને આખા નગરનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા રોડ તોડવામાં આવ્યા હતા. તેથી આખા નગરના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્રારા આખા નગરમાં બધાજ રોડો ફરીથી નવા બનાવવાનાં હોવાથી વર્ષ ૨૦૧૫માં અમુક રોડો ડામર તથા સી.સી , આર.સી.સી જરૂરીયાત મુજબ બનાવ્યા હતા. અને હાલ ચાલુ વર્ષમાં બીજા ૮૫રોડ બનાવવામાં આવશે. તથા ધોળકા નગરના વિવિધ તળાવોના પણ હાલનાં સમયમાં આધુનીકરણ કરી તળાવનાં કાંઠે બગીચો, જોગીંગ ટ્રેક તથા અમદાવાદ કાંકરીયા તળાવ ની જેમ આધુનીક તળાવ બનાવવામાં ધોળકા નગરમાં અટલ સરોવર બનાવવામાં આવ્યુ તેવુ ગામની બીજી બાજુ મઘીયુ તળાવ પણ તેમજ આધુનીક વોકીંગ ટ્રેક, પેવર બ્લોક બગીચો, ચીલ્ડ્રન પ્લે એરીયા, જુદી જુદી એમીનીટીસ સાથેના તળાવ બનાવવાનું પણ વર્ષે કામો પ્રગતિમાં છે. ધોળકા નગરપાલીકા હાલ નગરજનોને સ્વચ્છતાનો આગ્રહ રાખે તેવા નગરલક્ષી કાર્યક્રમો પણ તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે. ધોળકા નગર એક સ્વચ્છ બનાવવા પાલીકા પૂરતા પ્રયાસો કરી રહ્યુ છે. ચોમાસામાં આખા નગરનાં માર્ગો ઉપર દવાનો છંટકાવ ચાલી રહ્યો છે.

રાજુભાઈ ઠાકોર

સંજયભાઈ પટેલ

ભારતીબહેન

સુરેશભાઈ કટારા

ધોળકા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો