ધોળકામાંથી બાઇક ચોરને ઝડપી લેવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા શહેર પોલીસ ચોરીના બનાવમાં આરોપીઓને ઝડપી લેવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખેડા રોડ પરથી એક યુવાનની શંકાસ્પદ બાઇક સાથે ધરપકડ કરી હતી. બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

ધોળકા ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. એલ.બી. તડવી તથા પો.સબ.ઇ. પાવરા તથા સ્ટાફના માણસોને ધોળકા ખેડા રોડ ઉપર જુદા જુદા સ્થળે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન તા.27/1/18 ના રોજ બપોરના બે વાગ્યે એક બાઇક સવારને જલાલપુર વજીફા રોડ પરથી ટીવીએસ સ્પોર્ટ મોડલનું બાઇક સાથે રોકી તપાસ કરતા તેની પાસે કોઇ કાગળો નહીં હોવાનું જણાવેલ. જેનું નામ તેણે રમેશભાઇ ઉર્ફે પીન્ટુ ડાહ્યાભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું. તેણે આ બાઇક અલકા ટોકીઝ પાસેથી ચોરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા ધોળકા ટાઉન પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ હોય તેને આ ગુનાના કામે અટક કરી અન્ય કોઇ બીજા બાઇક ચોરી કર્યા છે કે કેમω જેની તપાસમાં કોર્ટમાંથી પોલીસ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પુછપરછ કરતા કોઇ કામ ધંધો મળતો ન હોય અને બેકાર હોય બાઇક ચોરીના રવાડે ચડેલ હોવાનું જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...