• Gujarati News
  • શૌચાલય બન્યાં શોભાનાં ગાઠિયાં

શૌચાલય બન્યાં શોભાનાં ગાઠિયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા 2007મા નિર્મળ ગુજરાત અંતર્ગત ગુજરાતની 142 નગરપાલિકાને પે એન્ડ યૂઝ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવાઇ હતી. જેમાં વિરમગામ નગરપાલિકા વિસ્તાર માટે 10 બ્લોક બનાવવા માટે અંદાજે 40 લાખ રૂપિયાની માતબર ગ્રાંટ 2007મા ફાળવવામાં આવી હતી.

વિરમગામ નગરપાલિકાની નિષ્ક્રીયતા ગણો કે બેદરકારી આજદીન સુધી સ્લમ વિસ્તારોના પે એન્ડ યૂઝનું કામ પુર્ણ થયુ નથી. જો વિરમગામ ન.પા.માં વિસ્તારમાં સ્લમ વિસ્તાર માટે 3 અને જયારે જનરલ કેટેગરી માટે 7 બ્લોક બનાવવાના હતા જે જે વિસ્તારોમાં પે એન્ડ યૂઝ બ્લોક બનાવેલ છે તે કામ પુર્ણ થયેલ નથી.

વિરમગામ શહેરના સ્લમ વિસ્તાર જેવા કે સામાસુરીયા, પરકોટાની બારી, જેવા વિસ્તારોમાં તો પે એન્ડ યૂઝ શોભાના ગાંઠીયા બનીને પડયા છે. સામાસુરીયા વિસ્તારોમાં પે એન્ડ યૂઝનું કામ કયારનુય પુર્ણ હોવા છતા પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું નથી

ધોળકા તાલુકા પંચાયત ખાતે લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ મુતરડી તેમજ પે એન્ડ યુઝ શૌચાલયની સાફસફાઇ અને દેખરેખ વિના ચોતરફ દુર્ગંધ ફેલાઇ રહી છે અને ખંડેર બની ગઇ છે. જેનાથી તાલુકાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

પે એન્ડ યુઝ શૌચાલય કોઇ માણસ વિના રામભરોસે ચાલુ રહ્યું હોવાથી ખંડેર બન્યું છે અને તમામ સંડાસ, બાથરૂમ ગંદકીથી ખદબદી ઉઠયા છે અને બારણા પણ તુટી ગયા છે અને કુતરા-બિલાડા તેમજ અન્ય જીવજંતુનો વસવાટ બની ગયુ છે.

મુતરડી તેમજ પે એન્ડ યુઝ શૌચાલયની અવદશાથી તાલુકા હજારો લોકોને ભારે હાલાકી અને અગવડ વેઠવી પડે છે. પે એન્ડ યુઝ શૌચાલયની સાફસફાઇ કરવામાં આવે દેખરેખ માટે માણસ રાખવામાં આવે તેવી તાલુકાના લોકોએ ઉગ્ર માંગ કરી હતી.

જ્યારે અંગે ધોળકા નગરપાલિકાના સાફસફાઇ અધિકારી ખરાડીએ જણાવ્યું કે, બાબતે મુકેલો માણસ કામમાં બેદરકારી દાખવતો હશે તેથી યોગ્ય સાફસફાઇ ના થતા તા.પં. પ્રમુખે અમોને મુતરડી તોડી પાડવા અને પે એન્ડ યુઝ શૌચાલય બંધ કરવા જણાવેલ તેથી માણસ હતો તેને હટાવી લીધો છે પરંતુ અંગે ઝડપથી સાફસફાઇ કામગીરી હાથ ધરી તા.પં. સાથે સંકલન કરી યોગ્ય પગલાં ભરીશું

ધોળકામાં જાહેર શૌચાલયની પ્રથમ બે તસવીર જોતા સ્પષ્ટ થાય છે કે, અહીં સાફ સફાઇ પ્રત્યે તંત્ર કેટલું ગંભીર છે. જ્યારે ત્રીજી તસવીર વિરમગામના શૌચાલયની છે./રાજવીરસિંહ ચાવડા,જયદીપ પાઠક

નિયમિત રીતે સાફ સફાઇ થતી ના હોવાથી અને પે એન્ડ યુઝ શૌચાલયની દેખરેખ રાખવાવાળો માણસ કયારેક આવતો