• Gujarati News
  • ધોળકાની આંગણવાડીઓ ભગવાન ભરોસે

ધોળકાની આંગણવાડીઓ ભગવાન ભરોસે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાશહેરમાં તેમજ ગામડાઓમાં ચાલતી આંગણવાડીઓમાં ભારે લોલમલોલ ચાલી રહી છે. મોટાભાગની આંગણવાડીઓમાં રજીસ્ટ્રરમાં દર્શાવ્યા કરતા ગણ્યાં ગાઠયાં બાળકો હોય છે, સમય કરતા કયાંક મોડી ખુલે છે, કયાંક તો આંગણવાડી ખુલતી નથી તો ઘણી જગ્યાએ માત્ર તેડાગર બહેન આંગણવાડી ચલાવે છે, કયાંક માત્ર સંચાલક બહેન જોવા મળે, બાળકોના ભવિષ્ય સાથે ચાલતા આવા લોલમલોલથી શિક્ષિત સમાજ ભારે રોષે ભરાયો હતો.

સરકારના આવા બાળવિકાસ અને કુપોષણ અટકાવવાના અને દરેક બાળક સ્વસ્થ રહે, વિકાસશીલ બને તેવા દ્રઢ અભિગમને કાર્યના પાયાના ઘટક એવા મુખ્ય પરીબળ આંગણવાડી કેન્દ્રોમાં આવી લોલમલોલ અને માત્ર કાગળ ઉપર કામ ચાલતું હોય તો કયાંથી દેશના ભવિષ્ય સમાન બાળકોનું ભવિષ્ય સુધરશે.ધોળકામાં આવી લોલમલોલ ચાલે છે તેવી માહિતીથી બુધવારે સવારે 10.30 થી 12.00 વાગ્યા સુધી પંથકની અલગ-અલગ આંગણવાડીઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

આવી રીતે મોટાભાગની તમામ આંગણવાડીઓમાં લોલમલોલ અને ઉપરી અધિકારીઓની મીલીભગતથી બાળ વિકાસ અને કુપોષણ માટેની સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ અને મહેનત એળે જઇ રહી છે. નાના અને ગરીબ બાળકોના ભવિષ્ય સાથે તેમજ કુપોષણને નાંથવાના સરકારના બહુહેતુ કાર્યક્રમને પાયાના મુળમાં રહેલ બદીથી જે નિષ્ફળતા મળી રહી છે તેથી દેશમાંથી કુપોષણ નથી અટકાવી શકાતી અને બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. હવે જોઇએ કે, તંત્ર દ્વારા દિશામાં પગલા લેવાય છે કે નહીં ?

અમે તપાસ કરીશું

અમે ચોકકસથી સ્થળ તપાસ કરીશું અને કયાંય પણ એવું જણાશે તો કડક કાર્યવાહી કરીશું, કયાંય પણ આવી લાલીયાવાડી ચલાવી નહીં લેવાય. > ભારતીમકવાણા,સુપરવાઇઝર

ધોળકા શહેરમાં આવી મોટાભાગની આંગણવાડીઓમાં ખુલ્લેઆમ લોલમલોલ ચાલી રહી છે. અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની રહીશો દ્વારા ઉગ્ર માગ કરાઇ છે./રાજવીરસિંહ ચાવડા

કેન્દ્રનું નામ સ્થિતિ સંખ્યા તેડાગર સંચાલક

રંગરેજવાડચાલુ08 હાજર હાજર

તાઇવાડાચાલુ14 હાજર હાજર

ઘાંચીઢાળચાલુ 07 હાજર રીટાયર્ડ

રંગારાવાડચાલુ04 હાજર ગેરહાજર

મીરકુવાચાલુ17 હાજર હાજર

સ્વા.ગોલવાડચાલુ04 હાજર હાજર

કેન્દ્રનું નામ સ્થિતિ સંખ્યા તેડાગર સંચાલક

ખારાકુવા(શિવમંદિર) ચાલુ 01 હાજર ગેરહાજર

મઘીયાબંધ- ગેરહાજર ગેરહાજર

કાચપોળચાલુ16 હાજર ગેરહાજર

પખાલીચોકચાલુ - ગેરહાજર હાજર

ચીતરવાડીયાચાલુ18 હાજર હાજર

ગનીપુરબંધ- ગેરહા