ધોળકા પંથકમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાભાલ પંથકમાં મેઘરાજાએ ઘણી રાહ જોવડાવ્યા પછી ગુરુવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. વાવાઝોડાના પવનો એટલા બધા હતા કે ઘરનાં છાપરાં પણ ઉડી ગયા હતા, તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા.

તાલુકામાં આવેલાં રામપુર, ખાત્રીપુર, સાથળ, સહીજ વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં પડી ગયો હતો. થોડા સમયથી અસહ્ય ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ વરસાદનાં આગમનથી ઠંડક અનુભવી હતી. ધોળકા શહેરમાં મુખ્ય રસ્તાઓ, પોળો, શેરીઓ, સોસાયટીઓમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

ઉપરાંત શહેરના મુખ્ય રસ્તા, મુખ્ય બજાર, જામપીઠ બજાર, જુના શાકમાર્કેટ જેવી અલગ-અલગ જગ્યાએ પાણી ભરાતા ગંદકીનું સામ્રાજય ઉભું થયુ હતુ. આથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

લાંબા સમય બાદ મેઘરાજાએ મહેર વરસાવી

અન્ય સમાચારો પણ છે...