તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકાના ચાર સ્થળેથી પોલીસે 24 જુગારીને જેલ હવાલે કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાના સોનારકુઇ, રનોડા, કલિકુંડ નવા ભરવાડવાસ તથા નેસડાગામના શામળીયા ખોડિયાર મંદિર પાસેથી પોલીસે દરોડા પાડીને 24 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ચાર આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ, મોબાઇલ ફોન મળી 81 હજાર રૂપિયાથી વધુની મતા કબજે કરી તમામ વિરુદ્ધ આગળની કાર્યવહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા પોલીસે સોનારકુઇ વિસ્તારમાં દરોડા પાડીને અહીંથી રમેશ પરમાર, ગૌતમ પરમાર, કાળીદાસ રાઠોડ, પંકજ કારોલિયા, હિતેશ રાઠોડ, વિનોદ કારોલિયા, દિનેશ પરમાર, પ્રવિણ ચાવડા, રાજુ સોનારા અને હિરેન રાઠોડને ઝડપી લીધા હતા. પોલીસે અહીંથી 10,830 રોકડ, 10 મોબાઇલ ફોન મળી રૂપિયા 29,830ની મતા જપ્ત કરી હતી.

જ્યારે પોલીસે રનોડા રોડ પર આવેલી જીઇબી કચેરીના પાછળના ભાગે આવેલા ખેતરમાં દરોડા દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા અલ્લારખાં રાધનપુરી, જિતુ રાણા, અરવિંદ શાહ, હરેશ રાણા અને ભુરા પટેલને પકડી દાવ પર રાખેલા 3570 રૂપિયા, બાઇક મળી રૂપિયા 21,570ની મતા કબજે કરી હતી.

ત્રીજા દરોડમાં પોલીસે મફલીપુર-કલિકુંડ પર આવેલા ભરવાડવાસમાંથી જગદીશ મકવાણા, ભીખા ઠાકોર, સેવા દેવીપૂજક, પ્રકાશ ડાભી, ગિરીશ દાયમાને પોલીસે જુગાર રમતા ઝડપી 3,040ની મતા જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

જ્યારે ચોથી ઘટનામાં નેસડા ગામના શામળીયા ખોડિયાર મંદિરની બાજુમાંથી પોલીસે ખાનગી વાહનો દ્વારા દરોડા કર્યા હતા. અહીં જુગાર રમતા જયેશ કેશવભાઈ પટેલ, લાલજી હઠિસિંગ રાઠોડ, કૌશિક મનસુખભાઈ પટેલ, રાવજી ભોપાભાઇ કો.પટેલને પકડી લીધા હતી. જ્યારે મયુર દિનેશભાઈ મકવાણા, રાજેશ રણછોડભાઈ જાદવ, નાનુ ભુરાભાઈ જાદવ નાસી છુટ્યા હતા.

પોલીસે અહીંથી રોકડ 19,800 મળી 26,700ના મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...