તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકાના બજારોમાં રાખડીની ખરીદી શરૂ કરાઇ જીએસટીના કારણે 10 ટકાનો વધારો ઝીંકાયો

ધોળકાના બજારોમાં રાખડીની ખરીદી શરૂ કરાઇ જીએસટીના કારણે 10 ટકાનો વધારો ઝીંકાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્ષાબંધન પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારને વધુ ઉત્સાહભેર મનાવવા ધોળકાના બજારોમાં વિવિધ ડિઝાઇન, કલર અને નામ આકૃતિની રાખડીઓની ખરીદી માટે બહેનો પોતાના ભાઇને મનપસંદ રાખડી બાંધવા માટે વિવિધ સ્ટોલો ઉપર ભીડ જમાવી રહ્યા છે. જો કે, ગત વર્ષની તુલનાએ બજારોમાં લુમ્બા, ડાયમંડ, રૂદ્રાક્ષની બેથી ત્રણ પ્રકારની અલગ બ્રાન્ડની રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. ત્યારે આ વર્ષે રાખડીઓના ભાગવમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ધોળકાના રાખડીના વેપારી લાલાભાઇ રાણાના જણાવ્યાનુસાર આ વર્ષ રાખડીઓમાં લુમ્બા, અવતાર, ભાભી રાખડી, બેટમેન, મોટું-પતલુ, ટોમ એન્ડ જેરી, ડોરેમોન સહીત અનેક હિટ ફિલ્મોના નામો ઉપરથી તેમજ કાનુડો, ગોપી, રાધા, હનુમાન જેવા ભગવાનના નામો અને આકૃતિ વાળી વિવિધ રાખડીઓના વેચાણ થઇ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં રાખડીના વેચાણમાં અંદાજે 10 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ બહાર ગામથી બહેન પોતાના ભાઇને આ પર્વ ઉપર રાખડી કુરિયર દ્વારા મોકલતા હોય તેવા સંજોગોમાં ગત વર્ષની તુલનાએ કુરીયર ધારકોએ રોજિંદા ચાર્જ કરતા અંદાજે 3-4 ગણો કવર પહોંચાડવાના ખર્ચ ભાવ વધારો કરી દીધો છે. આ ઉપરાંત મિઠાઈની સાથે ફરસાદના પણ ભાવમાં વધારો દેખાઇ રહ્યો છે.

ધોળકામાં રાખડીના સ્ટોલ પર ખરીદી કરવા માટે પહોંચ્યા પંથકવાસીઓ.

અન્ય સમાચારો પણ છે...