તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Dholka
 • જય ગણપતિ સદગુણ સદન, કરિવર બદન કૃપાલ વિધ્નહરણ મંગલ કરણ,જય જય ગિરિજાલાલ ાા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય ગણપતિ સદગુણ સદન, કરિવર બદન કૃપાલ વિધ્નહરણ મંગલ કરણ,જય જય ગિરિજાલાલ ાા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિલકંઠ રેસિડેન્સી-બાવળા

અંબિકા સોસાયટી-રામપુરા

દેવવૃંદ સોસાયટી-ધોળકા

કંસારા શેરી-બોટાદ

ધોળકા શહેરમાં હાલમાં નાની-મોટી પોળોમાં ચોકમાં વિઘ્નહર્તા ગણપતિ બાપા ની ભક્તિમાં તલ્લીન લોકો જોવા મળી રહ્યા છે. ભક્તિમય વાતાવરણમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ દાદાના પંડાલની મુલાકાત લઇ ગણપતિદાદાના આશીર્વાદ લીધા હતા. પ્રસંગે કલીકુંડ વિસ્તારમા આવેલા શ્રીજી જવેલર્સ ખાતે સ્થાપિત ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓએ સિદ્ધનાથ મહાદેવ ના ભંડારામાં હાજરી આપીને ત્યાંથી સુપ્રસિધ્ધ એવા પરોપોટીયા મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવના ભંડારા અંગેની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉપરાંત અલકા રોડ, સરસ્વતી સ્કુલ ની સામે આદેશ સોસાયટી, કલીકુંડ વિસ્તારમાં શિવશક્તિ સોસાયટી, ધોળકા સંતોકબા હોસ્પીટલની સામે ભક્તો પુજા અર્ચન કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર પાસે બળીયાદેવ યુવક મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતુ. જ્યાં બુધવારે મહાઆરતીનું આયોજન કરાશે. કલીકુંડ દેવવૃદ સોસાયટીમાં અણકોટ અને મહાઆરતી નુ આયોજન થયુ હતુ. તેમા નગરપાલીકા પ્રમુખ ભારતીબેન રાણા તથા ભા.જ.પ શહેર પ્રમુખ રાજેન્દ્રભાઇ શાહ તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા. બાવળા તાલુકાના બલદાણા ગામમાં રવિવારે ઢોલ નગારા સાથે ગણપતિ બાપ્પા મોિરયાના નાદ સાથે કેશરડી ગામના પુલ પાસે આવેલી રહોડ નદીમાં ભક્તો દ્વારા મૂર્તિનું વિસર્જન કર્યા હતા.બરવાળા શહેરની તમામ શેરીઓમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યા છે. શહેરના કંસારી શેરીમાં ગણપતિને અન્નક્ૂટ ધરાવાયો હતો. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચુંવાળ પંથકના દેત્રોજ-રામપરા તાલુકાના રુદાલત ગામે આવેલાં ગણપતિ મંદિરે, રામપુરા(ભંકોડા)માં જોગણી માતાજી ચોક તથા અંબિકાનગર સોસાયટીમાં દરરોજ રાત્રે ગરબા-ભજન સંતવાણી યોજાઇ રહ્યા છે. અંબિકાનગર સોસાયટીમાં 14મી સપ્ટેમ્બરે 111 વાગની સાથે ગણપતિ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાઆરતી બાદ 15મી બપોરે 2 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ ભગવાન ગણેશને વિદાય અપાશે.તસવીર-ગૌરાંગ વસાણી,ભરતસિંહ ઝાલા, હર્ષદ દવે , કેતનસિંહ પરમાર , માર્ગેશ મોદી, રાજુ શર્મા, ચતુરભાઇ વાઘેલા

માંડલ

કરિયાણા ગામ-રામપુરા

બલદાણા-બાવળા

શ્રીજી જ્વેલર્સ-ધોળકા

ભાવસાર ચોક-બરવાળા

કૃષ્ણા હાઉસિંગ-બરવાળા

હરણકુઇ-બોટાદ

અંબાપુરા-ધંધૂકા

માળીવાડા-ધંધૂકા

ગુરુકૃપા સોસાયટી-માંડલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો