• Gujarati News
  • ધોળકા પંથકમાં રવિવાર બપોર બાદ ભારે પવન સાથે વરસેલા કમોસમી

ધોળકા પંથકમાં રવિવાર બપોર બાદ ભારે પવન સાથે વરસેલા કમોસમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા પંથકમાં રવિવાર બપોર બાદ ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખુલ્લા ખેતરો તેમજ મિલોમાં પડેલ ખુલ્લી ડાંગરો ઢાંકવા ખેડૂતો અને વેપારીઓ ધમપછાડા કરવા લાગ્યા હતા. ધોળકા પંથકમાં બપોર બાદ એકાએક કાળા ડીંબાગ વાદળો ધેરાતા અને પવનના છુછવાટા સાથે એકાએક જોરદાર વરસાદ ખાબક્યો હતો અને કારતક માસે અષાઢી માહોલ છવાયો હતો. એકાએક પડેલ ભારે વરસાદને કારણે ખેતરોમાં રહેલ ડાંગર, શાકભાજી, કપાસ જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ડાંગર, કપાસ આડા પડી ગયા હતા અને ફાલ ખરી પડ્યો હતો. તો જે પાક તૈયાર થઈ ખળામાં પડ્યો છે તે ડાંગરના ઢગલાએ વરસાદથી પલળ્યાં હતા અને તેને ઢાંકવા તાડપત્રી જેવા હાથ વગ્યાં સાધનોથી ખેડૂતો વેપારીઓને પણ તેમની રાઈસ મિલો, કપાસના જીનોમાં ખુલ્લા મેદાનમાં જે માલ પડ્યો હતો તે એકાએક પડેલ વરસાદથી પલળી ગયો હતો અને તેઓ પણ કોથળા, ચાદરા, તાડપત્રી વગેરે ઢાંકી માલ બચાવવા મજૂરો કામે લગાડ્યા હતા. એકાએક વરસાદથી પંથકવાસીઓ ચિંતાતૂર બન્યા હતા અને ખેતીના પાકોને વતા ઓછા પ્રમાણમાં થયેલ નુકસાનથી નિરાશ થયા હતા. એકાદ કલાક સુધી પડેલ કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા./રાજવીરસિંહ ચાવડા

ધોળકા પંથકમાં માં ભરબપોરે માવઠાથી પાકને નુકસાન પહોંચ્યું..