• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • મેઘરાજાના પ્રકોપ વચ્ચે ધોળકામાં પૂરગ્રસ્તો માટે માનવતા મહેકી

મેઘરાજાના પ્રકોપ વચ્ચે ધોળકામાં પૂરગ્રસ્તો માટે માનવતા મહેકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતભરનીઅંદર મેઘ તાંડવ તેમજ જલ પ્રલય થઇ રહ્યો છે. લોકોની બેહાલી અને દુખદ પરિસ્થિતિ ઉભી થતા ધોળકાની સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ જેમાં કલીકુંડ પાશ્વનાથ મંદિર, વર્ધમાન સેવા ટ્રસ્ટ, સ્વામિનારાયણ મંદિર BAPS, વિશ્વ હિન્દુ પરિષદ (ધોળકા), RRS ના કાર્યકર્તાઓ રાહત કામગીરી માટેના પગલાઓ શરૂ કરી દીધેલ છે.

ધોળકા વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત શાળા પરીવારના સમગ્ર શિક્ષક સ્ટાફ ભાઇ-બહેનો 2000 જેટલા ફૂડ પેકેટો બનાવી તાલુકાના પાણી અસરગ્રસ્ત ગામો જેમાં વીરપુર, અંધારી ગામમાં લોક સંપર્ક કરી અસરગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.

ધોળકા પંચશીલ વિસ્તારના રાણા યુવક મંડળે 3000 થી વધુ ફૂડ પેકેટ બનાવી રાહત કામગીરી શરૂ કરી. ધોળકા ન.પા. ઉપપ્રમુખ રાજેશભાઇ ઠાકોરે ફૂડ પેકેટો, જીવન જરૂરિયાતની કીટ વસ્તુના પેકેટ બનાવ્યા છે. RRSના કાર્યકર્તા હરીભાઇ ભરવાડ, હર્ષદભાઇ સથવારા, શૌર્ય સમિતના પ્રમુખ રાજનભાઇ વેગડા રાહત કામગીરીમાં જોડાઇ ગયેલ છે.

અસરગ્રસ્તએ મદદ કરવા ધોળકાની અનેક સંસ્થાઓ પોતાનો ફાળો આપી રહી છે.

પાશ્વનાર્થ મંદિર,RSS જેવી અનેક સંસ્થાઓ મદદે આવી

અન્ય સમાચારો પણ છે...