તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ બ્રાહ્મણ સોસાયટીમાં વીજ ચેકીંગ ટીમ પર 6 શખ્સોનો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદનાપાળીયાદ રોડ પર આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં વીજ ચેકીંગ કરવા ગયેલી ટીમ પર 6 શખ્સોનો હુમલો તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની, ફરજ રૂકાવટની બોટાદ પો.સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ બોટાદના પાળીયાદ રોડ પર આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં PGVCL ટીમ દ્વારા વીજ ચેકીંગ કરવા ગઇ હતી. બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા બાબુભાઇ ખોડાભાઇ દરબાર, દીલીપભાઇ ભગુભાઇ માલાના ઘરે વીજ ચેકીંગ કરવા ગયા હતા ત્યારે બીજા આરોપી હરેશભાઇ સાદુળભાઇ, શિવરાજભાઇ કાળુભાઇ તેમજ અન્ય 2 અજાણ્યા શખ્સોએ ફરીયાદી ધોળકા PGVCL ના જુનિયર એન્જિનીયર બોની થોમસને ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી, ગડદાપાટુનો માર મારી અને ફરજ રૂકાવટની બોટાદ પો.સ્ટેશનમાં બોની થોમસે ઉપરોકસ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો કાર્યવાહી હાથધરી આગળની તપાસ બોટાદ પો.સ્ટેશનના પીએસઆઇ ડી.વી. વાલાણી ચલાવી રહ્યા છે.

ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

બોટાદ જિલ્લામાં વીજ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે PGVCL દ્વારા વીજ ચોરી અટકાવવા વીજ ચેકીંગ હાથ ધર્યું છે ત્યારે અસામાજીક માણસો ઘણીવાર વીજ ચેકીંગ ટીમો પર હુમલો કરે છે. આવા બનાવો અટકાવવાની તાતી જરૂરીયાત છે, પોલીસ તેમજ સીકયુરીટી સાથે રાખી વીજ ચેકીગ કરવા તેથી આવા બનાવો બને.

જિલ્લામાં વીજ ચોરી વધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો