તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકામાં વીજ કેબલ કનેકશનના વાયરો લટકતા હોવાથી જીવનું જોખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાશહેરમાં કલીકુંડ સર્કલથી કલીકુંડ હોસ્પિટલ રોડ ઉપર વીજ કેબલના કનેકશનના વાયરો નીચે લટકી પડેલા છે. અહીં મોટા વાહનોની અવરજવર ખુબ રહે છે. આથી જયારે મોટા વાહનો મુખ્ય રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે તેઓને અન્ય નાગરીકનો સહારો લઇ લાકડાથી મદદથી વાયર ઉંચો કરે ત્યારે મોટા વાહનો જઇ શકે છે.

છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય રોડ ઉપરનો વીજ કેબલના કનેકશનનો કોઇ કારણોસર થાંભલા ઉપરથી લટકી જતા આજુબાજુના રહીશોના જીવ પડીકે બંધાયેલા છે. લટકતા વીજ કેબલને આવતા જતા રાહદારીઓ લટકતા વીજ કેબલને ભુલથી અડકી જતા ગભરાઇ જતા હોય છે. કેબલ કયાથી કપાયેલો કે તુટેલો હાથમાં આવી જાય તો ખુબ મોટો અકસ્માત થવાનો સંભવ છે. આવતા જતા વાહનચાલકો પણ લટકતા વીજ કેબલ જોખમ રૂપ બન્યો છે. તેને હલાવતા આજુબાજુના રહીશોના ઘરની લાઇટો ડીમ- ડૂલ થયા કરતી હોય છે. જેથી વીજ ઉપકરણ બગડી જવાનો ભય રહેતો હોય છે. મુખ્ય રોડ ઉપર રહેતા રહીશોના જણાવ્યાનુસાર લાંબા સમયથી પરિસ્થિતિ છે. ધોળકા જીઇબી અધિકારી કે.આર. શાહનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યા પણ તેઓનો સંપર્ક થઇ શકેલ નથી.

વારંવાર રજુઆત કરતા છતા તંત્રની આંખ ખુલતી નથી

અન્ય સમાચારો પણ છે...