તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકામાં રસ્તા-ગટરના કામ બંધ,વરસાદથી સમસ્યા વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકામાંચોમાસનાના આરંભે ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે.હજી રસ્તા,ગટરના કામ અધૂરા છે અને પુરાણ કરવામાં ચોકસાઇ રાખવામાં આવી નથી પરીણામે ભોગવવાનું નાગરિકોને આવશે.

શહેરના મેનાબેન ટાવર પાસે વરસાદી પાણી ભરાઇ રહેલુ હોવાના કારણે ત્યાં ભુવો પડી ગયેલ હતો. પરીણામે ગાય ખાડામાં પડી જતા તેને મહા મહેનતે 2 કલાકે બહાર કાઢી હતી. શહેર આખામાં ચારે બાજુ ખોદકામ, માટીકામ, મેટલ કામ બધું હાલ થોડા સમયથી સંપુર્ણ કામકાજ બંધ હાલતમાં જોવા મળે છે.

ખોદકામ કરેલી જગ્યાઓ, માટીકામ કરેલી જગ્યાઓ રૂટમાં આવતા નાળા કામ, મેટલોના ઢગલાઓ, ગટર લાઇનના અધુરા કામ બધુ અટકી પડયું છે. જેના કારણે શહેરના વિકાસની જગ્યાએ ગંદકી, ટ્રાફિકની સમસ્યાઓ, અકસ્માતોની હારમાળા, નવા દબાણો એમ અનેક પ્રકારના નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

ટુ વ્હીલર્સ તેમજ સાયકલ જેવા સાધનો ભુવામાં પડી જવાથી તેમાં બેઠેલા વ્યકિતને ઇજા પહોંચે છે. આવા રસ્તા ઉપરથી પસાર થતા ગ્રામજનોને નાકે દમ આવી જાય છે. વિસ્તારની ઉપરનો કચરો ભુવામાં આવે છે. પરીણામે ગંદકી વધી છે. ભુવામાં વરસાદી પાણી, ગંદુ પાણી ભરાયેલુ રહેવાથી ઘણાં લોકો પડયાના તેમજ હાથ-પગ ભાંગ્યાના બનાવો બને છે.

ધોળકામાં મેનાબેહેન ટાવર પાસે વરસાદી પાણીથી ભુવો પડતા ગાય પડી ગઇ હતી જેને પરાણે બહાર કઢાઇ હતી.તસવીર-માર્ગેશ મોદી

ભુવામાં ગાય પડી જતા મહામહેનેતે બહાર કઢાઇ

અન્ય સમાચારો પણ છે...