તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાન દેશમાં ભય ઊભો કરવા માંગે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાવિદ્યાપ્રચાર મંડળ સંચાલિક શાળાના શિક્ષક ભાઇઓ-બહેનો તથા મંડળના સભ્યોએ ઉરીના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સોમવારે શ્રદ્ધાજંલિ અર્પી હતી.

વિદ્યાપ્રચાર મંડળના પ્રમુખ કાળીદાસ ચોક્સી, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઇ આસ્તીક સહમંત્રી કનુભાઇ જોષી, હસમુખભાઇ મોદી, પ્રભુદાસભાઇ પટેલ, અશોકભાઇ કા.પટેલ તથા બધીજ શાળાના આચાર્ય, શિક્ષકભાઇઓ- બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે કન્યાવિદ્યા મંદીરના આચાર્ય નીતાબેન સેવકે જણાવેલ કે આપણો પાડોશી દેશ પાકિસ્તાન સતત આપણને આતંકીઓ મોકલી સમાજમાં ભય ઉભો કરવા માગે છે. આથી આવા સમયે આપણા સમાજે જાગૃત બનવુ પડશે.

પ્રસંગે ટ્રસ્ટી હસમુખભાઇ મોદીએ જણાવ્યું કે, આપણે પાકિસ્તાન તથા તેના સહયોગી ચીન સાથેના વ્યાપારીક સબંધો બંધ કરી દેવા જોઇએ. આટલું નહીં પાકિસ્તાનની સાથે ચીનથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર છે. આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઇએ, આથી ચીનને ફટકો પડશે.તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ધોળકા નગરમાં ઉરીના શહીદ જવાનોને શ્રદ્ધાજંલિ અપાઇ

અન્ય સમાચારો પણ છે...