• Gujarati News
  • ધોળકાખાતે સરદાર પટેલ કોમ્પયુનિટી હોલમાં કૃષિ વિકાસ વર્ષ અંતર્ગત

ધોળકાખાતે સરદાર પટેલ કોમ્પયુનિટી હોલમાં કૃષિ વિકાસ વર્ષ અંતર્ગત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાખાતે સરદાર પટેલ કોમ્પયુનિટી હોલમાં કૃષિ વિકાસ વર્ષ અંતર્ગત આણંદ કૃષિ યુનિ. દ્વારા આયોજીત ભાલ વિસ્તારમાં થતા પાકો વિશે પરીસંવાદ યોજાયો હતો.

જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિસ્તારના ખેડુતોને વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતી અને તેની સાથે પાકોની વિશેષતા વિશે માર્ગદર્શન અાપવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને રાજય સરકાર દ્વારા ખેતી તેમજ ખેતી વિષયક વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી.

પ્રસંગે ન.પા. પ્રમુખ જે.ડી. પટેલ, અમ.જિ.ના સિંચાઇ સમિતીના ચેરમેન જશુભાઇ સોલંકી, ધોળકા તા.ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, ધો.શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મેયર, અમ.જિ. ભાજપ મંત્રી કનુભાઇ પરમાર તેમજ આણંદ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એન.સી.પટેલ, ડો. બી.એસ.જાડોન, ડો. એમ.એસ. જાકાસણીયા, એમ.વી. પટેલ, ડો. ડી.એમ. કોરાટ કૃષિ તજજ્ઞો અને મામલતદાર, તા.વિકાસ અધિકારી અને તાલુકાના આગેવાનો તેમજ જાગૃત વિકાસશીલ ખેડુતો વગેરે ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભાલ વિસ્તારમાં થતા ભાલીયા ઘઉં, દેશી કપાસ અને ચણાની જાતોમાં રહેલ વિશેષ લાક્ષણિકતાઓ અને ગુણધર્મો વિશે વિસ્તૃત માહીતી આપી હતી અને આવી દેશ અને દુનિયામાં વખણાતી વિશેષ જાત અંગે સ્થાનિક કક્ષાએ પ્રોસેસિંગ કરી નિકાસ કરવા ઉપર ભાર મુકયો હતો અને જેથી ખેડુતોને ઉચ્ચકક્ષાનું વળતર પણ મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમસ્ત ભાલ વિસ્તારમાં થતા પાક વિશે માર્ગદર્શન અપાયું

ધોળકામાં કૃષિ વિકાસ વર્ષ અંતર્ગત પરીસંવાદ યોજાયો