ધોળકાના ટેલિફોન ધારકો ડબલાં પાછા કરવાનાં મૂડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાવિસ્તારમાં અવાર નવાર ટેલિફોન બંધ થવાને કારણે લોકોની પરેશાની વધતી જાય છે. અચાનક સેવા ખોરવાઈ જવાનાકારણે વેપારી વર્ગ તો ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

ધોળકા વિસ્તારમાં મોટા ભાગના સ્થળોએ અવાર નવાર ટેલિફોન ખોરવાઈ જાય છે અનેક વખત આમાં ટેલિફોનનો ઉપયોગ કરે છે. અને જ્યારે લાઈનો અચાનક બંધ થઈ જાય તો ખૂબ મુશ્કેલીઓ સર્જાય છે. બંધ લાઈનો ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી હોતી નથી ઘણીવાર તો તપાસ ચાલુ છે.ના ચીલાચાલુ જવાબ મળે છે. કેટલાંક કિસ્સાઓમાં 15-15 દિવસ સુધી ટેલિફોન સેવાઓ બંધ રહ્યાના દાખલા છે. છતાંય સૌ ટેલિફોન ધારકોને ભાડું ચુકવવું પડે છે.

સ્થિતિના કારણે લોકોમાં મોબાઈલની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. બીએસએનએલ ની ટેલિફોન સેવાના કનેકશનો ઘટવાનો ક્રમ ચાલુ રહ્યો છે. છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી. જો પરિસ્થિતિ નહી સુધરે તો ટેલિફોનનાં ડબલાં પરત કરતા સહિતનાં ઉગ્ર આંદોલન ત્મક પગલાં વિચારાયો છે. અંગે ટેલિફોન ખાતાનાં વહીવટી અધિકારીઓના સંપર્ક સાધતા તેણે ટેકનિશિયો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...