તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાશહેરમાં મુખ્ય માર્ગો પર ચોમાસાના પાણી જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. નગરજનોને પાણી માથી ચાલીને જવુ પડે છે. ધોળકામાં છેલ્લા કેટલાક સમયથી ચારેબાજુ પીવાનું શુધ્ધપાણી બેફામ રીતે મુખ્ય રોડ ઉપર ફેલાઇ જતાં રસ્તાઓ ઉપર બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ ઉભી થઇ છે. નગરપાલિકાના કાઉન્સીલરો બધુ પ્રેક્ષકની જેમ બેસી રહી તમાસો જોઇ રહ્યા છે. પરિણામે પાણી રોડ ઉપર ફેલાઇ જતાં મુખ્ય માર્ગો ચોમાસાના પાણી જેમ ભરાઇ જાય છે. આમ લાખો લીટર શુદ્ધ પાણી જાહેર રસ્તાઓ ઉપર ઢોળાઇ રહ્યા છે. ધોળકામાં બુરૂજ રોડ થી ગનીપુર જવાના માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી પાણીનો કોઇ નિકાલ નથી. તેમજ ખારાકુવા, ગાંધીવાડા, શિવજી મંદીર રોડ, બુરૂજરોડ, પીપલ્સ બેંક રોડ, મહાકાળી મંદીરથી ગોલવાડ રોડ, મ્યુ દવાખાના ના મોટી ગોલવાડ રોડ, ઉપર તો બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકો કાયમ પાણી આવવાના સમયથી કે પાણી જવાના સમય સુધી નળ ખુલ્લા રાખે છે. પરિણામે શુધ્ધ પાણી વહી જાય છે. પાણી ની ટાંકી ઉભરાતા કોઇને નળ બંધ કરવાની ફુરસદ મળતી નથીω બધુજ નગરપાલીકાની સામેજ થાય તો પણ નગરપાલીકા નાં તંત્ર દ્રારા આંખ આડા કાન જેવી સ્થિતિ થાય છે. પાણીનો કોઇ નિકાલ થતો નથી. પરિણામે મચ્છરના ત્રાસથી નગરજનો પણ હેરાન થઇ ગયા છે. પાણીથી કાદવ-કીચડ થી રોડ ભરાઇ જાય છે. આથી જતાં આવતા નિર્દોષ લોકોને ગંદકી માથી પસાર થવુ પડે છે.

ધોળકાના બુરુજ રોડ, શિવ મંદિર પાસેના વિસ્તાર સહિત અમુક વિસ્તારોમાં પાણી ફરી ‌વળ્યા છે. તસવીર- માર્ગેશ મોદી

ધોળકા શહેરમાં પીવાનાં પાણીનો બેફામ વેડફાટ
અન્ય સમાચારો પણ છે...