તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dhanpur
  • મોઢેરા સર્કલ પર 3 વર્ષ બાદ ફરી શહીદ અમર રહોના નારા ગુંજ્યા

મોઢેરા સર્કલ પર 3 વર્ષ બાદ ફરી શહીદ અમર રહોના નારા ગુંજ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઊંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા મંગળવારે સવારે બલોલથી નીકળી મહેસાણા આવી પહોંચી હતી અને મોઢેરા સર્કલ પર યુવકોએ શહીદો અમર રહો અને જય સરદારના નારા લગાવ્યા હતા. યાત્રા મહેસાણાના માર્ગો પર ફરી વિસનગર શહેર અને તાલુકાના ગામોમાં ફરી રાત્રે વિજાપુર પહોંચી હતી.

લાડોલમાં રાત્રી રોકાણ કરી બુધવારે ઇડર જશે
બલોલથી સવારે 8 વાગે પાટીદાર શહીદ યાત્રાનું મીઠા અને સામેત્રાના માર્ગે મહેસાણા પહોંચી હતી. અહીં દેદિયાસણ અને પાટીદાર ચોકમાં સ્વાગત બાદ ટહુકો પાર્ટી પ્લોટ પાસે નીલકંઠ મહાદેવની પાસે પાટીદારોએ સમૂહ અારતી ઉતારી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખો રઇબેન પટેલ અને નિમીષાબેન પટેલ હાજર રહ્યા હતા. ત્યાર બાદ રથ સાથે જોડાયેલા પાટીદાર યુવકોના બાઇકો મોઢેરા સર્કલ પર થંભી ગયા હતા. અહીં શહીદો અમર રહો..., જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી યાત્રા રાધનપુર ચોકડી પહોંચી હતી. અહીં ઠાકોર સમાજે તેનું સ્વાગત કર્યા બાદ યાત્રા ગોપીનાળાથી માનવ આશ્રમના માર્ગે પીલુદરા ગામે પહોંચી હતી. ત્યાંથી યાત્રા વડુથી વાલમ પહોંચતાં આતશબાજી સાથે ભવ્ય સ્વાગત બાદ તે વિસનગર પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

વિસનગરમાં કાંસા ચાર રસ્તા ઉપર શહીદયાત્રાનું ભવ્ય સ્વાગત
રવિવારે ઊંઝાથી મા ઉમા-ખોડલના રથ સાથે નીકળેલી પાટીદાર શહીદયાત્રા મંગળવારે બલોલથી નીકળી મહેસાણા થઇ અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર તાલુકામાં પ્રવેશ કર્યો હતો. વડુમાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયા બાદ વાલમ, કાંસા અને કાંસા એનએમાં સ્વાગત કરાયું હતું. ત્યાંથી જય સરદારના નારા સાથે યાત્રા વિસનગર શહેરમાં પ્રવેશી હતી. જેમાં અગ્રણીઓએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચડાવી જય સરદારના નારા લગાવ્યા હતા. જ્યાંથી કોર્ટ સંકુલ આગળ, ત્રણ દરવાજા ટાવર, દીપરા દરવાજા વિસ્તારમાં સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...