તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dhanpur
  • Dhanpur દેશના 21થી વધુ આધ્યાત્મિક ગુરુઓના વિષયવાર ગોઠવેલા 1000થી વધુ વીડિયોઝ અને સુવાક્યોનો ખજાનો મેળવ

દેશના 21થી વધુ આધ્યાત્મિક ગુરુઓના વિષયવાર ગોઠવેલા 1000થી વધુ વીડિયોઝ અને સુવાક્યોનો ખજાનો મેળવો માં, માત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...
અલ્પેશ ઠાકોરની દ્વિધા, સમાજ સાંચવવો કે બિહાર સાંચવવું
હા ર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનની પ્રતિક્રિયાના ભાગરૂપે ઊઠેલા ક્ષત્રિય ઠાકોર સેનાના દારૂબંધી અને શિક્ષણ જાગૃતિના આંદોલનને કારણે અલ્પેશ ઠાકોર પોતાના સમાજના લોકપ્રિય નેતા બની ગયા અને છેવટે રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય પણ બની ગયા. છેલ્લા કેટલાક દિવસથી બનેલા બનાવો દર્શાવી રહ્યા છે કે ઠાકોર સેનામાં બધું ઠીક નથી. ઠાકોર સમાજના એક આગેવાને મને ફોન કરીને કહ્યું કે, રજની! એક આંદોલને સમાજને એક બનાવ્યો અને બીજું આંદોલન સમાજમાં અને ખાસ કરીને સેનાના નેતૃત્વ વચ્ચે તડા ઊભા કરી રહ્યું છે. મેં પૂછ્યું કે શું થયું વડીલ? તો તેઓ કહે કે, અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા ત્યારથી ભાજપ સરકાર પ્રત્યે કૂણું વલણ દાખવતા હોય તેવો અસંખ્ય લોકોને અનુભવ થયો છે. એમાં વળી તેમને કોંગ્રેસે બિહારના સહપ્રભારી બનાવ્યા છે. હવે હિંમતનગરના ઢુંઢર ગામમાં જે દુષ્કર્મની ઘટના બની તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. આ દુષ્કર્મના પડઘા અમદાવાદ સહિત રાજ્યભરમાં પડ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી. જેને લઈને પરપ્રાંતિયો સામે લોકોને ગુસ્સો ફાટી નીકળ્યો છે. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જો અલ્પેશભાઈ એમાં ઉગ્ર વલણ ધારણ કરે તો તેની અસર કોંગ્રેસને બિહાર જેવા હિન્દીભાષી રાજ્યમાં ભોગવવી પડે. તેથી તેમણે નરમ વલણ દાખલ કર્યું. હવે થયું એવું કે અલ્પેશના આ નરમ વલણથી ઠાકોર સેનાનાં મહામંત્રી અમિત ઠાકોર અને અન્ય આગેવાનોએ અલ્પેશભાઈને સ્પષ્ટ કહી દીધું કે તમે પ્રથમ સમાજના નેતા અને પછી કોઈ પાર્ટીના નેતા છો તેથી સમાજ માટે ખૂલીને લડો. તેમની અપેક્ષા પ્રમાણે ન થતાં અમિત ઠાકોર સમાજના અન્ય આગેવાનોના સમર્થનથી ખૂલીને બહાર આવ્યા અને ગાંધીઆશ્રમ ખાતે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દીધી. જેના પગલે અલ્પેશ ઠાકોરને પણ જાહેરાત કરવી પડી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, અલ્પેશ ઠાકોર જો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં કદ મોટું કરવા જશે તો ઠાકોર સમાજ તેમને કદ પ્રમાણે વેતરી નાખશે. હવે અલ્પેશ માટે એવી સ્થિતિ ઊભી થઈ છે કે એક તરફ ખાઈ અને બીજી બાજુ કૂવો. જો એ સમાજ સામે લડે તો ગુજરાતમાં તેની સામે તેમનો જ સમાજ ઊભો થઈ જાય અને પરપ્રાંતિય લોકોનો સાથ આપે તો રાજકીય પાર્ટીઓ ચડી બેસે. મેં પૂછ્યું કે, હાલમાં શું સ્થિતિ છે? તો વડીલે કહ્યું કે, ઘીના ઠામમાં હજુ ઘી નથી પડ્યું એટલું તો કહી શકું, કાલની વાત કાલે ખબર પડે.

અમિત ઠાકોર

અલ્પેશ ઠાકોર

પર
અન્ય સમાચારો પણ છે...