તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

filmy talk

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હવે ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી પર ફિલ્મ બનાવાશે

યુવા પેઢીને ઝવેરચંદ મેઘાણીનાં જીવન અને કાર્યથી પરિચિત કરાવવાના બિન-વ્યાવસાયિક હેતુથી તેમના પર ફિલ્મ બનશે.

સિટી રિપોર્ટર @ahm_cbહવેઝવેરચંદ મેઘાણીની બહુમુખી પ્રતિભા એક્ટિંગ દ્વારા પડદા ઉપર જીવંત થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જીવન અને કાર્યને નિરૂપતી ડોક્યુ-ડ્રામા ફિલ્મનું નિર્માણ થશે. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ફિલ્મ બનાવાશે. તેની પરિકલ્પના, સંશોધન અને લેખનનું કાર્ય ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને સંસ્થાનના ફાઉન્ડર પિનાકી મેઘાણીની છે.

ફિલ્મ અંગે વાત કરતાં પિનાકી મેઘાણીએ કહ્યું કે, ‘ચોટીલા, બોટાદ,રાણપુર, ધંધુકા, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને બગસરા સ્થિત ઐતિહાસિક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ થશે. તેમાં ગાંધીજી, સરદાર પટેલ,રવીન્દ્રનાથ ટાગોર સાથેના પ્રેરક પ્રસંગોનું નાટ્યાત્મક નિરૂપણ કરાશે. સાથે તેમાં મેઘાણી રચિત ગીતો, લોકગીતો અને ભજનો પણ હશે. મેઘાણીને આજની યુવા પેઢીએ જોયા હોય કે સાંભળ્યા હોય તે સ્વાભાવિક છે. આજે બોલિવૂડમાં સ્ટારની લાઈફ પરથી ફિલ્મો બનાવવાનો ક્રેઝ છે ત્યારે મેઘાણી તો ગુજરાતનું નહીં દેશનું ગૌરવ છે. તેમના પરથી ફિલ્મ બને તો લાખ્ખો યુવાનોને તેમની પ્રતિભાનો પરિચય મળે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો