ધંધૂકાના વિધવા સહાય મેળવવા લાભાર્થીઓના કચેરીમાં ધકકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાતાલુકામાં વિધવા સહાય માટે અરજદારો દ્વારા અરજી કરાતા અને તંત્ર દ્વારા અરજીને ધ્યાને લઇ સહાય ચુકવવા માટે અરજદારોને લેખિત હુકમ કરવા છતાં સહાયના લાભાર્થીઓને પંદર મહીનાઓ થવા છતાં હજી સુધી સહાય મળેલ નથી. જેને લઇ લાભાર્થીઓને કચેરીઓમાં ધકકા ખાવા પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અવારનવાર અરજીઓ કરવા જણાવતા લાભાર્થીઓ તોબા પોકારી ગયા છે.

ધંધૂકા મામલતદાર કચેરી દ્વારા ધંધૂકા તાલુકાના ખરડ ગામના વિધવા વિમુબેન પ્રવીણભાઇ વડદરીયા ને વિધવા સહાય આપવા માટે તા.23/9/17 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ હુકમને આજે પંદર- પંદર મહીના જેટલો સમય થવા છતાં હજી સુધી લાભાર્થીને સહાય મળી નથી. તંત્રની લાપરવાહીના લીધે લાભાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. અંગે ધંધૂકા સમાજ કલ્યાણ કચેરીના કલાર્ક આર.જે. સોલંકી સાથે ટેલીફોનથી સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વિધવા સહાયનું ચુકવણું પોસ્ટ ઓફીસ દ્વારા થાય છે તેથી લાભાર્થીને પૈસા મળે છે કે નથી મળતા અમોને ખ્યાલ નથી હોતો. જો લાભાર્થીને સહાય મળતી હોય તો તેમણે ફરીવાર અમોને અરજી આપે તો અમે તપાસ કરાવી આપીશું.

પંદર મહીના પહેલા વિધવા સહાય માટે કચેરીમાંથી હુકમ થવા છતાં હજી લાભાર્થી સહાયથી વંચિત

અન્ય સમાચારો પણ છે...