તગડી પાસે રોડ સાઇડના ખાડા પૂરાતાં બે કાર અને એક બાઇક ખાબકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાબરવાળા હાઇવેનું રીનોવેશન થોડા સમય પહેલા થયુ હતું. જેના લીધે રોડની બંને બાજુ મોટા ખાડા પડી ગયા છે. કોન્ટ્રાકટરો દ્વારા રોડનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે પરંતુ ખાડા ઢીંચણસમાં હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે.

તા.5/12/17 ના રોજ રાત્રીના 7.30 કલાકે રોડની બંને બાજુએ મોટા ખાડાને લીધે સામેથી આવતા વાહનોની લાઇટો અને માવઠાના લીધે વાહનચાલકો રોડની રોડની સાઇડમાં ગાડી ચલાવતા હોવાથી ધંધૂકા- બરવાળા હાઇવે ઉપર તગડીગામ પાસે રોડની સાઇડમાં આવેલા ખાડામાં એક સાથે બે કાર અને એક બાઇક નીચે ઉતરી જતા રોડની બાજુના ખાડામાં ખાબકી હતી. અકસ્માત થતા આજુબાજુના રહીશો દોડી આવી વાહનચાલકોને મદદરૂપ થયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ હતી. આમ ખાડા અકસ્માત સર્જે તે પહેલા તંત્ર દ્વારા પગલાં લેવાય તેવું વાહનચાલકો ઇચ્છી રહ્યા છે.

મોટો અકસ્માત થાય તે પહેલા પગલા લેવા ચાલકોની માગ

અન્ય સમાચારો પણ છે...