તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી-ધંધૂકા સ્ટેટ હાઇવે બિસ્માર હોવાથી 12 ગામના લોકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીથીધંધૂકાને જોડતો સ્ટેટ હાઇવે ગત ચોમાસામાં ભારે ધોવાણ થવાથી ઠેર ઠેર તૂટી જતાં માર્ગ ખખડધજ બની ગયો છે. રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક રજુઆત છતાં પ્રશ્ન હલ થતાં અંદાજે 12 જેટલા ગામડાઓમાં ગ્રામજનોએ રસ્તો નવો બનેતે માટે લેખીત રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર-લીંબડી, ધંધૂકા સ્ટેટ હાઇવે છે.પરંતુ લીંબડીથી ધંધૂકા 30 કિમી સુધી સ્ટેટ હાઇવે ઠેર ઠેર તૂટી જતાં માર્ગે પસાર થતાં મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જો રસ્તાનું નવિનીકરણ કરવામાં આવેતો લીંબડી તાલુકાના બોરણાં ચુડા તાલુકાના વનળા, ચચાણા, ખાંડીયા, કંથારીયા, રંગપુર, દરોદ, ચમારડી, સહિત 12 જેટલા ગામડાઓના લોકોને નવા રસ્તાનો લાભ મળે તેમ છે. બાબતે ગામડાઓના લોકોએ બિસ્માર હાલતમાં બનેલા સ્ટેટ હાઇવેનું રીપેરીંગ કરાવવા માટે જિલ્લા પંચાયતના ચેરમેનને તથા લીંબડી તાલુકા પંચાયતમાં આવી પ્રમુખને પ્રશ્ર હલ કરવા રજૂઆત કરી હતી.

અંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા જણાવ્યું કે ધંધૂકા સ્ટેટ હાઇવેનું રીપેરીંગ કરાવવા માટે લોકોની રજૂઆત અમે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હાઇવે પાસે વિગતો મંગાવી છે. તથા જ્યાં જ્યાં રસ્તો બિસ્માર બન્યો છે ત્યાં વહેલી તકે રીપેરીંગ કામ કરાવવા કામગીરી હાથ ધરાશે. જેથી ટૂંક સમયમાં હાઇવે ફરીથી વ્યવસ્થિત થઇ જશે.

સમારકામ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી

ચોમાસામાં ભારે ધોવાણ થવાથી ઠેર ઠેર તૂટી ગયા છે

અન્ય સમાચારો પણ છે...