વહેલી તકે સમસ્યાનું નિવારણ જરૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિનાથી લાઇટ માટે ટળવળતા વેજળકાના ખેડુતો

ફોલ્ટ સમયે હાથ અદ્ધર કરતી બંને કચેરી

લાઇટ વિના રાત્રે ઝેરી જીવ જંતુનો ભય

રાણપુરતાલુકાના વેજળકા ગામના ખેડુતોની જી.ઇ.બી.તંત્રની કામગીરીને લઇ કફોડી હાલત થઇ છે. છેલ્લા એક માસથી ખેતીવાડીની લાઇટ બિલકુલ બંધ હોવાથી ખેડુતો અને ખેતમજુરો મુશ્કેલીમા મુકાયા છે. અંગે ખેડુતો ધ્વારા તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતા તંત્ર ખેડુતોને ધંધુકા અને બરવાળાની કચેરીઓ એક બીજાને ખો આપી રહ્યુ છે. જેને લઇ ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે.

જાળીલા અને વેજળકા ગામ રાણપુર તાલુકામા આવેલા છે ગામના ખેડુતોને ખેતી માટેનો પાવર જાળીલા ફિડરધ્વારા બરવાળા જી.ઇ.બી કચેરી ધ્વારા આપવામા આવે છે. અને તેનું બીલ કચેરી સ્વીકારતી નથી. પરંતુ ખેડુતોને બીલના નાણા ધંધુકા કચેરીએ ભરવા જવુ પડે છે. જ્યારે ખેડુતો ને ક્યારેય પણ વિજ ફોલ્ટ સર્જાય છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડે છે. ખેડુતો રીપેરીંગ માટે બરવાળા ઓફીસને જાણ કરે છે ત્યારે તેઓને ધંધુકા ઓફીસે કમ્પલેન કરવાનુ કહેવામા આવે છે. અને ધંધુકા ઓફીસવાળા બરવાળા ઓફીસનું બહાનુ કાઢે છે. આમ ખેડુતો બે ઓફીસો વચ્ચે ધક્કે ચડે છે.

છેલ્લા એક માસથી ખેતીવાડી જાળીલા ફીડરમા લાઇટ બીલકુલ નથી જેના લીધે ખેડુતો અને ખેતમજુરો કે જેઓ સતત વાડીમા રહે છે. તેઓ રાત્રીના અંધારામા અવાવરૂ જગ્યામાં વસવાટ કરી રહયા છે. ત્યારે ચોમાસામા જીવજંતુઓનો ડર હોય છે. જેના માટે તંત્ર ધ્વારા લાઇટ રીપેરીંગ માટે વેજળકા ગામના ખેડુતો મોબુભાઇ રાઠોડ, ભુપતભાઇ ડોડીયા, ભીખુભાઇ ડોડીયા, ગોરધનભાઇ પટેલ, રણછોડભાઇ દેત્રોજા

અનુસંધાનપેજ નં-2 પર

^ અમારૂ ગામ રાણપુર તાલુકાનું છે ખેતીવાડીની લાઇટ બરવાળા જી.ઇ.બી કચેરી આપે છે. જેનુ બીલ ધંધુકા કચેરી સ્વીકારે છે પરંતુ જયારે લાઇનમા ફોલ્ટ સર્જાય છે ત્યારે રીપેરીંગ કરવામા બંન્ને કચેરીઓ એકાબીજીને ખો આપતા રીપેરીંગ કોઇ કરતુ નથી. > ભુપતભાઇજીવાભાઇ ડોડીયા, ખેડુતઅગ્રણી વેજળકાગામ

^ અમો ખેત મજુરો ભાગીયુ રાખી ખેતરમાજ પરીવાર સાથે રહીએ છીએ. પરંતુ લાઇટ છેલ્લા એક મહીનાથી હોવાથી રાત્રે અંધારામા ઝેરી જીવજંતુઓનો અમોને અને અમારા પરીવારને ડર રહે છે. > મહેશભાઇનસવાડી, ખેતમજુરવેજળકાગામ

આખા દિવસ દરમ્યાન બરવાળા જી.ઇ.બી એન્જીનીયર એમ.એન.પરમારનો ટેલીફોનથી સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા અધીકારીએ એક પણ વાર ફોન ઉપાડવાની તસ્દી લીધી હતી.

એક કામ માટે ત્રણ તાલુકામા ભટકતા વેજળકાના ખેડુતો

ગામ રાણપુર તાલુકામાં, લાઇટ આપે બરવાળા કચેરી અને બીલ ભરવાનુ ધંધુકા, આતે કેવુ તંત્ર?

અન્ય સમાચારો પણ છે...