ભડિયાદ ગામની સગીરા પર દુષ્કર્મ આચરાયું આરોપી ઝડપાયો
ધોલેરા તાલુકાના ભડીયાદ ગામની સગીરા તા.17/2/18 ના રોજ રાત્રિના 10 વાગ્યા પછી ગુમ થતા સગીરાના પિતાએ ધોલેરા પો.સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 5 દિવસ પછી સગીરા પરત ફરતા પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધોલેરા પોલીસે ભડીયાદ ગામની સગીરા ગુમ થવા બાબતે ફરીયાદ નોંધી તેની તપાસ ધંધૂકા સીપીઆઇ આર.બી. રાણાએ હાથધરી હતી. સગીરા સાથે કોના કોન્ટેકટ થયેલ તેની કોલ ડીટેઇલ્સ મેળવી લોકેશન મેળવી પોલીસે તપાસ હાથ ધરી હતી.
કોલ ડીટેઇલ્સ મુજબ ભડીયાદ ગામનો જ સંજયભાઇ જીવણભાઇ પરમારનું નામ ખુલવા પામ્યું હતું. સીપીઆઇ રાણાએ કડક પુછપરછ કરતા યુવકે સગીરાને ગામના કોઇ ચોકકસ વિસ્તારમંા ગોંધી રાખ્યાની કબુલાત કરી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની કબુલાત કરી હતી. પોલીસની કડક તપાસના કારણે સગીરા 5 દિવસે ઘરે પરત ફરી હતી. સગીરા તથા યુવકના રીપોર્ટ લેવામાં આવતા સગીરા સાથે યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું રિપોર્ટ ઉપરથી જણાઇ આવતા પોલીસે યુવકને પોસ્કો અંતર્ગત ગુનો નોંધી સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.
આમ ધંધૂકાના ઇનચાર્જ સીપીઆઇ આર.બી. રાણાએ ટુંકસમયમાં ગુનો ઉકેલી નાખ્યો હતો તેમ ધોલેરા પોલીસે જણાવ્યું હતું.