તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> પહેલા પાનાનું અનુસંધાન

બે દિવસમાં કેનાલમાં...

સિંચાઇમાટે પાણીની સમસ્યાથી ત્રસ્ત સુંદરિયાણા ગામના ખેડૂત મેરુભાઈ ડોડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, , જો આગામી બે દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવશે તો તેઓ આત્મવિલોપન કરશે. આટલું નહીં ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 2જી નવેમ્બર સુધી જિલ્લામાં વિવિધ સ્થળે યોજાનાર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં હલ્લાબોલ કરી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે.

ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જણાવ્યું કે, બ્રાન્ચ કેનાલમાં રાણપુર પાસે પાટણા ગામેથીપસાર થતી ભાદર નદીમાં સાયફન તોડી નાંખવામાં આવ્યું છે અને નહેરમાં ઠેર-ઠેર ગાબડા પાડી મોટા પાઇપો નાંખી દેવાય છે. આથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. આવા ઇસમો સામે તંત્રે વહેલામાં વહેલાં કાયદાકીય પગલાં ભરવાની જરૂર છે. આવેદનપત્ર આપ્યા બાદ નર્મદા કેનાલના કાર્યપાલક ઇજનેર આર.એલ. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર એ.જી.ચૌહાણ અને એન્જિનિયર વી.જે. જહાંગીર તાત્કાલિક રાણપુર તાલુકાના ભાટણા ગામેથી પસાર થતી નહેર પર પહોંચી ગયા હતા. જ્યાં એકત્ર ખેડૂતોને તમામ અધિકારીઓએ ખેડૂતને આત્મવિલોપન કરવા તથા તેમની રજૂઆત ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ખાતરી આપી હતી.

અધિકારીઓના જણાવ્યાં મુજબ હાલ કેનાલમાં 350 એમ.એલ.ડી. પાણી છોડવામાં આવ્યું છે, પણ 700થી 1000 એમ.એલ.ડી. પાણી કેનાલમાં છોડવામાં આવે તો તમામ ગામોને પાણી મળી શકે તેમ છે. બીજી બાજુ અંગે ધંધૂકાના ધારાસભ્ય લાલજીભાઈ મેરે દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બ્રાન્ચ કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો લીંબડી તાલુકાના બાળા, કોઠારિયા, વાડલા, નાના કેરાળા, મેમકા, લીંબડી, રઇ સાકળી, સૌકા, કારોલ, પાંદરી અને મોજીદડ ગામ તેમજ ચુડા તાલુકાના જોબા‌‌ળા, ભગુપુર, છલાણા, બલાણા, સોનઠા, રાણપુર, ધંધૂકાના દેવળીયા, પાટણા, બરાનીયા, સુંદરિયાણા, સાણાસર, અણીપાળી ભીમજી, વાગડ, ઊંચડી, ચંદરવા, વેજળકા અને બરવાળાના ગામડાઓને સિંચાઇ માટે પાણી મળી શકે તેમ છે. ઉપરોક્ત મોટાભાગના ગામોમાં હાલ કપાસના પાકને સિંચાઇના પાણી માટેની તાંતી જરૂરિયાત છે. તેમજ જુવારના પાક બાદ જીરૂ અને ઘઉં માટે કેનાલમાં પાણઈ નથી. આથી ગામના તમામ ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.

સઇજમાં...

જ્યારેતેમનાં શિષ્ય તરીકે આવતા માણસો પૂજા તથા અન્ય સેવાની કામગીરી સંભાળતા હતા. દિલીપગીરીનાં શિષ્ય ઇશ્વરવન બે માસથી પૂજારી તરીકે સેવા આપતા હતા. મંગળવારે સવારે વર્ષોથી દર્શને આવતા નિવૃત સ્કુલ કલાર્ક અને સઇજમાં રહેતા અમરતભાઇ શકરાભાઇ પટેલ 5.30 વાગ્યે મંદિરે પહોચ્યા તો મુખ્ય ગેટ બંધ હતો.

જ્યારે મંદિરની ગૌશાળામાં કામ કરવા આવતા ગામનાં જડીબેન નામની મહિલા પણ ગેટ ખુલવાની રાહ જોઇ રહ્યા હતા. અમરતભાઇ તથા જડીબેને દરવાજો ખખડાવીને દરવાજો ખોલવા કહેવા છતા દરવાજો ખુલતા કાંઇક અજુગતુ બન્યાની શંકા ગઇ હતી. આખરે પરીસરની દક્ષિણે આવેલી સીડીથી ઉપરનાં મજલે જઇને પરીસરમાં ઉતરીને જડીબેને ગેટ ખોલ્યો હતો. બંનેએ અંદર જઇને જોતા પુર્વ ભાગે બેઠકવાળા હોલમાં પુજારી ઇશ્વરવન પોતાની પથારીમાં માથાનાં જમણા ભાગે ઉંડા ઘા સાથે લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. બંને પાસેનાં દિલીપગીરીનાં રૂમમાં દોડી ગયા હતા. જયાં દિલીપગીરીનો મૃતદેહ ગળા તથા માથાનાં ભાગે ધારદાર હથીયારોનાં ઘા સાથે લોહીલુહાણ હાલતમાં તેમની પથારીમાં જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અમરતભાઇએ દોડી જઇને સઇજનાં સરપંચ પ્રકાશભાઇને જાણ કરતા તેમણે કલોલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને પંચનામુ કરી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ લીધી હતી. બનાવમાં અમરતભાઇએ અજાણ્યા શખ્સો સામે બંને હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાનાં સ્થળ પર તથા આસપાસનાં ઓરડાઓમાં સામાન વેર વિખેર પડેલો છે. ભગવાનનાં ચાંદીનાં દાગીનાંવાળુ કબાટ પણ ખુલેલુ છે પણ દાગીનાં સલામત છે. કલોલ ડીવાયએસપી અતુલ બારોટ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે હત્યાનો ઇરાદો ચોક્કસ થતો નથી. લૂંટનાં ઇરાદે હત્યા થઇ હોય તો કશુ ગયુ છે કે નહી તે તપાસ કરાશે. જયારે કોઇને અંગત અદાવત હોવાની પણ શકયતા છે. તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...