તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધૂકા કેન્દ્રમાં ધો.10-12ના કુલ 3840 વિદ્યાર્થી પરીક્ષા આપશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાકેન્દ્રમાં ધો.10 તથા 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની આગામી બોર્ડ પરીક્ષા જે 8 માર્ચથી શરૂ થનારી છે તેની તૈયારીઓ જે તે શાળા દ્વારા લગભગ પૂરી કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સંચાલકો ગીતાબેન કે. તથા તથા જયેશ પંડયાએ જણાવ્યું હતું કે ધો.10 ની પરીક્ષા મુજબની સ્કુલોમાં લેવાશે. બિરલા હાઇસ્કુલ, ડી.એ. વિદ્યા મંદિર, મોડર્ઠન હાઇસ્કુલ, જી.આર. જાદવ ગર્લ્સ હાઇસ્કુલ, આગાખાન ઇંગ્લિશ મીડીયમ સ્કુલ, વિમલમાતા સ્કુલ, ગુરુકુળ તેમજ સમર્પણ વિદ્યાલય ધો.10માં રીપીટર સહીત કુલ 2740 જેટલા વિદ્યાર્થી ભાઇબહેનો પરીક્ષા આપશે. જયારે ધો.12 માં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ અને રીપીટર સહીત આશરે 1100 જેટલા વિદ્યાર્થી ભાઇબહેનો પરીક્ષા આપશે.

ધોલેરા તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓના ધો.10-12ના વિદ્યાર્થી ભાઇબહેનો પણ ધંધૂકા કેન્દ્ર ખાતે પરીક્ષા આપશે. પરીક્ષા હોલમાં સીસીટીવી કેમેરા પણ બાજ નજર રાખશે. પરીક્ષાના પ્રથમ દિવસે જે તે શાળાઓમાં પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...