તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ જાળવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધંધૂકાતાલુકાના ફેદરાગામે આવેલ ગુણોદય કલ્પ મનો વિદ્યાલય ખાતે વન ખાતા તરફથી 67મા વન મહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. 250 વૃક્ષો- રોપાનું રોપણ શાળા કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું હતું તેમજ વિનામુલ્યે 3000 જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ ફેદરાગામની જનતાને કરવામાં આવ્યું હતું.

સમારંભનું પ્રમુખ સ્થાન પ્રાંત ઓફીસર આર.વી. વાળાએ સંભાળ્યું હતું. જયારે અતિથી વિશેષ પદે ધંધૂકા મત વિસ્તારના ધારાસભ્ય લાલજીભાઇ મેર ઉપસ્થિત રહ્યા હતા. ધંધૂકા મામલતદાર કે.કે. સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર ધંધૂકા એન.એસ. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મકવાણા, ધંધૂકા એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહીલ, તાલુકા ભાજપ પ્રમુખ ભુપતસિંહ ચુડાસમા, જગદીશભાઇ સોની, નિરવ દીક્ષિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વકતાઓએ વધુ વૃક્ષો વાવવા માટેનું આહવાન કર્યુ હતું તથા માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.

ફેદરાગામે તાલુકાકક્ષાના 67મા વન મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો