બોટાદ-અમદાવાદ બ્રોડગેજ ટ્રેકના ધંધુકા ઓવરબ્રિજનું કામ ખોરંભે

તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ગંભીર નોંધ લેવાઈ વીજકંપની 15 મહિનાથી આડે આવતાં પૉલ ખસેડતી નથી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Dhandhuka - બોટાદ-અમદાવાદ બ્રોડગેજ ટ્રેકના ધંધુકા ઓવરબ્રિજનું કામ ખોરંભે
બોટાદ-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધંધુકા રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજનું કામ ઘણા સમયથી બંધ છે. ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા ધોરી માર્ગ ઉપર ચાલતા ઓવરબ્રિજના કામ આડે આવતા વીજપૉલનું શિફ્ટિંગ ન કરવામાં આવતાં ઓવરબ્રિજનું કામ અટકી પડ્યું છે. ધંધુકા તાલુકા સંકલન બેઠક પ્રાંત અધિકારી દર્શનાબહેન ભંગલાણીના વડપણ હેઠળ મળી હતી. જેમાં બોટાદ-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેક ઉપર ધંધુકા રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવાયું હોવાનો પ્રશ્ન ઊઠ્યો હતો.

ધંધુકાના જાહેર બાંધકામ ખાતા દ્વારા ઓવરબ્રિજને નડતરરૂપ વીજપૉલનું શિફ્ટિંગ કરવા માટે ધંધુકાની ઉત્તર ગુજરાત વીજકંપનીને 15 મહિના પહેલાં જણાવી દેવાયું હતું. વીજપૉલના શિફ્ટિંગ માટે થતા ખર્ચની લાખો રૂપિયાની રકમ જાહેર બાંધકામ ખાતા દ્વારા વીજકંપનીને ચૂકવી પણ દેવાઈ છે. ઉપરાંત, રેલવે તંત્ર અને વીજકંપની દ્વારા પોતાની હદ પણ નક્કી કરી દેવાઈ છે.આમ છતાં વીજકંપની દ્વારા વીજપૉલનું શિફ્ટિંગ ન કરાયું હોવાની રજૂઆત આ બેઠકમાં કરાઈ હતી.

વીજકંપની દ્વારા વીજપૉલ ખસેડવા માટે નડતરરૂપ વૃક્ષો કાપવા વન વિભાગ પાસે મંજૂરી માગવાની પણ કાર્યવાહી કરાઈ નથી. તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ઉત્તર ગુજરાત વીજકંપનીના નાયબ ઇજનેરની ગેરહાજરીની પણ પ્રાંત અધિકારીએ ગંભીર નોંધ લીધી છે અને કલેક્ટરને રિપૉર્ટ કરવા તથા બેઠકમાં હાજર રહેલા પ્રાંતોનો ઓવરબ્રિજ અંગે જવાબ આપવા વીજકંપનીના ઇજનેરને ખુલાસો કરવા તથા પ્રશ્નનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

X
Dhandhuka - બોટાદ-અમદાવાદ બ્રોડગેજ ટ્રેકના ધંધુકા ઓવરબ્રિજનું કામ ખોરંભે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App