ધંધૂકા-ધોલેરમાં ટીડીઓ અને ચીફ ઓફિસરની જગ્યા ભરવા ઉગ્ર માગ

બંને પોસ્ટના ઇનચાર્જ તરીકે બાવળા તાલુકાના વિકાસ અધિકારી આવી રહ્યા છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:26 AM
ધંધૂકા-ધોલેરમાં ટીડીઓ અને ચીફ ઓફિસરની જગ્યા ભરવા ઉગ્ર માગ
રાજ્ય સરકાર દ્વારા ધંધુકામાં તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરની તેમજ ધોલેરા તાલુકાના ટીડીઓની જગ્યા ભરવા માટે અધિકારીઓની નિમણુંક નહી કરતા અરજદારોને તકલીફ પડી રહી છે. આથી આ જગ્યા તાત્કાલિક ભરવાની માગ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ધંધુકા શહેર અને તાલુકાની ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ધંધુકા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ જ નથી. હાલ બાવળા તાલુકાના ઇનચાર્જ તાલુકા વિકાસ અધિકારીથી વહીવટ ચાલે છે. પરંતુ તેઓ ધંધુકા નગરપાલિકામાં અઠવાડિયામાં એકવાર આવી રહ્યા છે. જેના કારણે ધંધુકા તાલુકા પંચાયતમાં રોજબરોજનું કામ લઇને આવતા નાગરિકો પરેશાન થઇ રહ્યા છે. ધંધુકા પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાની બદલી ભાવનગરના વલ્લભીપુર કરાયા પછી ધોળકા સુઘરાઇના ચીફ ઓફિસર કટારાને ધંધુકાનો વધારાનો હવાલો સોંપાયો છે. ધંધુકાથી ધોળકા પણ બાવળાની જેમ 70 કિમી દુર છે.

અનુસંધાન પાના નં. 3 પર...

X
ધંધૂકા-ધોલેરમાં ટીડીઓ અને ચીફ ઓફિસરની જગ્યા ભરવા ઉગ્ર માગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App