રાજ્ય ખાદી બોર્ડના પ્રમુખે ધંધુકા ગ્રામોદ્યોગની મુલાકાત લીધી

રાજ્ય ખાદી બોર્ડના પ્રમુખે ધંધુકા ગ્રામોદ્યોગની મુલાકાત લીધી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:26 AM IST
ધંધુકામાં ખાદી ગ્રામોઉદ્યોગ સંશોધન અને સાધના સંસ્થા છેલ્લા 42 વર્ષથી ચાલી રહી છે. સ્વ. રવિશંકર મહારાજ અને સ્વ. પ્રભુદાસ પટવારી (ભૂતપૂર્વ ગર્વનર તામીલનાડુ અને ચુસ્ત ગાંધીવાદી) અને પૂર્વ ધારાસભ્ય બાબુલાલ મોહનલાલ શાહે ખાદી કામ કરાવવા માટે આ સંસ્થા ચાલુ કરાવી હતી.

આ સંસ્થાની મુલાકાતે રાજ્ય ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયાએ મુલાકાત લીધી હતી તથા ખાદી સંસ્થાની લોકપયોગી સેવા કાર્યથી પ્રભાવિત થયા હતા. ખાદીનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આ સંસ્થાએ ઉની ખાદી ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે જેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

આ સંસ્થા તરફથી અપાતી સહાયથી સેવા કાર્ય કરી રહી છે. જેમાં પ્રૌઢ શિક્ષણ, આરોગ્ય પર્યાવરણ, સમાજ ઉત્થાન, સફાઇ સ્વચ્છતા, નશાબંધી, ગ્રામ્ય રોજગાર, કારીગરો તથા નાના ખેડૂતોને બિયારણ સહાય વિગેરે કરે છે. આ સંસ્થાની ખાદી તૈયાર કરાવીને દિલ્હી, બનારસ, લખનૌ, કાનપુર તેમજ રાજસ્થાનમાં પહોંચાડે છે. સૂતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી ગ્રામોઉદ્યોગ સંશોધન અને સાધના સંસ્થાના પ્રમુખ હર્ષદભાઇ પરીખ તથા મંત્રી વિગેરે સન્માન કર્યુ હતું.

X
રાજ્ય ખાદી બોર્ડના પ્રમુખે ધંધુકા ગ્રામોદ્યોગની મુલાકાત લીધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી