ધંધુકામાં કાર્યકરોને 2019ની ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન

ધંધુકામાં કાર્યકરોને 2019ની ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:26 AM IST

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી ધંધુકા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોની મિટીંગ પ્રભારી મંત્રી તેમજ ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયાના પ્રમુખ સ્થાને પીઠડ ધામ ખાતે મળી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ધંધુકા વિધાનસભા મતક્ષેત્રમાં ધંધુકા, બરવાળા, રાણપુર તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પક્ષ તરફથી આવનારા કાર્યક્રમોની માહિતી કાર્યકરોને ઉપસ્થિત આગેવાનો દ્વારા અપાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રી કુશળસિંહ પઢેરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ, ભરત સોની, ભાનુબેન બાબરીયા, ઝોન મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ મેર, કાળુભાઇ ડાભી અને જિલ્લા મહામંત્રી શૈલેષ દાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનસિંહ ચાવડા, ધંધુકા તા.ભાજપ પ્રમુખ ભુપતસિંહ ચુડાસમા, એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહીલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

X
ધંધુકામાં કાર્યકરોને 2019ની ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી