તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ વધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધંધૂકાST ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ધંધૂકા-બોટાદ રૂટની એસ.ટી. બસને તંત્ર દ્વારા કોઇપણ આંદોલન હોય, તહેવાર હોય કે ગુજરાતમાં કયાંય પણ મેળાઓ હોય ત્યારે રૂટની બસ કાયમ માટે કાપી નાખવામાં આવે છે અને જેની અગાઉથી મુસાફરોને જાણ થતાં અંતરીયાળ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાય છે.

ધંધૂકા ST ડેપો દ્વારા વર્ષોથી ચાલતી સાંજના 4.45 કલાકની ધંધૂકા-બોટાદ રૂટની વાયા પીપળ, ચંદરવા, ગોઢવટા, બગડ, ખસ થઇ બોટાદ જતી હોય છે અને બસ રાત્રિ રોકાણ બોટાદ ખાતે કરી બોટાદથી સવારે 5.45 કલાકે આજ રૂટ ઉપર ધંધૂકા 7.3ડ કલાકે પહોંચે છે અને ફરી આજ બસ ધંધૂકાથી સવારે 7.45 કલાકે ઉપડી બોટાદ અને બોટાદથી સવારે 10 કલાકે ઉપડી 12 કલાકે ધંધૂકા પરત ફરે છે.

બસમાં રાણપુર તાલુકાના ખસડ, બગડ, સુંદરીયાણા, ઉંચડી, પીપળ, ચંદરવાના 70 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને સમયે ઉપરોકત ગામના લોકો દ્વારા બીજી બસ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અગવડતા પડે પરંતુ ST તંત્ર દ્વારા બીજી બસ શરૂ કરવાની વાત તો ઠીક પરંતુ જે ચાલે છે તે બસને પણ અવારનવાર કેન્સલ કરી દેવામાં આવે છે. જેના લીધે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. હાલમાં બસ છેલ્લાં ચાર દિવસથી કેન્સલ થાય છે અને પૂનમ સુધી બંધ રહેવાની છે તેવું એસ.ટી. સતાવાળા તરફથી જાણવા મળ્યું હતું.

ત્યારે રૂટના ગામડાના મુસાફરો મુશ્કેલી વેઠી રહ્યા છે તો ST તંત્ર દ્વારા માત્ર એક રૂટની બસ કાપવામાં આવે અને બીજા રૂટની બસો ક્રમાનુસાર કાપવામાં આવે તો વિસ્તારના મુસાફરોની પરેશાનીનો અંત આવી શકે તેમ છે.

ST તંત્ર દ્વારા મુસાફરોને ખો અપાતા રોષ ફેલાયો

ST તંત્ર દ્વારા મુસાફરોને ખો અપાતા રોષ ફેલાયો

^બસ મેળામાં ગયેલ છે અને ઇદનો તહેવાર છે તેથી બસ કેન્સલ કરવામાં આવી છે અને પૂનમ સુધી બસ બંધ રહેશે. > પ્રેમજીભાઈડાભી, ટ્રાફિકકંટ્રોલર, ધંધૂકા ડેપો

જયારે બસ જવાની હોય ત્યારે સવારના સમયે જયારે મુસાફર ST તંત્રના સત્તાધિશોને બસ અંગે પુછપરછ કરે છે ત્યારે બોટાદ એસ.ટી. ડેપોમાંથી મુસાફરોને જવાબ મળે છે કે બસ ધંધૂકા ડેપોની છે કેમ બંધ છે, ક્યારે આવશે તે અંગે અમો કાંઇ કહી શકીએ નહીં, આવશે તો જશે તેવા જવાબો મુસાફરોને સાંભળવા પડે છે.

ધંધૂકા ST તંત્રે કાયમ માટે એક રૂટની બસ કાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો