તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા નિગમના ઈજનેરોને પ્રાંત અધિકારી દ્વારા નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકા તાલુકા સંકલન બેઠકમાં નર્મદા નહેર વિભાગના ઈજનેરો વારંવાર ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે. જેની ગંભીર નોંધ તાલુકા સંકલન બેઠકમાં પ્રાન્ત ઓફિસર દર્શનાબેન દ્વારા લેવામાં આવી છે અને નર્મદા નહેર વિભાગના તમામ જવાબદાર ઇજનેરોનોટીસો ફટકારી ખુલાશો માંગવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર દર મહિનાના પ્રથમ શનિવારે ધંધૂકા ખાતે પ્રાન્ત ઓફિસર દર્શનાબેનના વડપણ હેઠળ તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે છે. ગત શનિવારે યોજાયેલી તાલુકા સંકલન બેઠકમાં ધારાસભ્ય રાજેશ ગોહીલ દ્વારા ગ્રામ્ય રસ્તાની આરપાર નર્મદા નિગમ દ્વારા કેનાલ-પાઈપલાઈનના રસ્તાઓ ખોદી કાઢી બનાવેલ છે. છેલ્લા ત્રણ માસથી મારી રજૂઆત છે પરંતું ગ્રામ્ય રસ્તાના ઈજનેર તેમજ નર્મદા નીગમના ઈજનેરો દ્વારા કોઈ ઘટતી કાર્યવાહી કરવા આવતી નથી.

નર્મદા નિગમ દ્વારા 27થી 30 ગ્રામ્ય રસ્તાઓને આરપાર ખોદી નાખવામાં આવ્યા છે. જે કામ કરવા માટે પાંચ કામની મંજૂરી ગ્રામ્ય રસ્તાના ઈજનેરો દ્વારા અપાઈ છે. રસ્તાઓ ખોદતા પહેલા તેનું નુકશાન ભરપાઈ કરવા અને તેની મંજુરી નર્મદા વિભઆગને લેવાની થતી હોય છે. તેમ થયુ નથી. ગ્રામ્ય રસ્તાના ઈજનેર અને નર્મદા નિગમના ઈજનેરોની લાપરવાહીના કારણે ગ્રામ્ય રસ્તાઓ ના ખોદકામથી ગ્રામ્ય પ્રજાને સહન કરવાનું થાય છે.

જેને લઈને પ્રાન્ત ઓફિસર દર્શનાબેને વારંવાર સંકલન બેઠકમાં ગેર હાજર રહેતા નર્મદા નિગમના ઈજનેરોની નોટીસો ફટકારવાના આદેશ કર્યા હતા. ઉપરાંત ગ્રામ્ય રસ્તાના જાવાબદાર ઈજનેર પાસે પણ ગ્રામ્ય રસ્તાના જવાબદાર ઈજનેર પાસે પણ ગ્રામ્ય રસ્તા પ્રકરણમાં નોટીસ ફટકારી જવાબો માંગવાના સંકલન બેઠકમાં જ આદેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...