તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળા |BSNLના સ્ટાફ ક્વાર્ટર બનાવ્યા ત્યારથી પડતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે ખર્ચેલા રૂપિયા વ્યર્થ ગયા

બરવાળાશહેર ખાતે વર્ષો પહેલા બી.એસ.એન.એલ. કંપનીના સ્ટાફ માટે ક્વાટર (એપાર્ટમેન્ટ) બનાવવામા આવ્યા હતા. ક્વાટર બન્યા ત્યારથી અત્યાર સુધી કોઈ કર્મચારી રહેવા ગયા નથી અને હાલમા સ્ટાફ ક્વાટર સાવ ખંડેર બની ગયા છે.

બરવાળામાં આવેલ BSNLમા કામ કરતા કર્મચારીઓને રહેવા માટે બરવાળા ધંધુકા હાઈવે ઉપર ખોડીયાર મંદિર સામે સ્ટાફક્વાટર (એપાર્ટમેન્ટ) વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છે પરંતુ સ્ટાફક્વાટર (એપાર્ટમેન્ટ)મા ક્યારેય એકપણ કર્મચારી રહેવા જતા સ્ટાફ ક્વાટર (એપાર્ટમેન્ટ) માં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર શરૂ કરી દેવામા આવ્યું હતું. તેના માટે લાખો રૂપિયાના ખર્ચે ફર્નિચર અને સાધન સામગ્રી લગાવવામા આવી હતી પરંતુ તે પણ વધુ સમય ચાલતા બંધ કરી દેવામા આવ્યું હતુ અને તેના માટે લગાવવામા આવેલ લાખો રૂપિયાનું ફર્નીચર તુટી કટકે કટકે થઈ ગયું છે. હાલમા એપાર્ટમેન્ટ સ્ટાફ ક્વાટર કે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર રહ્યું નથી પરંતુ બી.એસ.એન.એલ. કંપનીનું ભંગારનું ગોડાઉન બની ગયું છે. હાલમા એપાર્ટમેન્ટ ના મોટાભાગના બારીબારણાઓ તુટેલી હાલતમા છે અને તેમા ભરવામા આવેલ બી.એસ.એન.એલ. કંપનીની ફાઈલો અને કિંમતી સામાન તુટેલી હાલત મા વેરણ છેરણ પડ્યા છે કોમ્પલેક્ષમાં કોઈપણ કર્મચારી નથી કે કોઈ ચોકીદાર નથી આમ સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનેલ સ્ટાફક્વાટર (એપાર્ટમેન્ટ) ખંડેર હાલતે હોય હાઈવે પરથી પસાર થતા સૌ કોઈ લોકો કહી રહ્યા છે આમા સરકારે ખર્ચેલ લાખો રૂપિયા વ્યર્થ ગયા છે. માટે સ્ટાફક્વાટર (એપાર્ટમેન્ટ) મા રહેલ કચરો દુર કરી યોગ્ય સફાઈ કરી ક્વાટરનો યોગ્ય ઉપયોગ કરવામા આવે તો સરકારના પૈસાનો સદઉપયોગ થયો કહેવાશે.

બરવાળા-ધંધુકા હાઇવે પર BSNLGના સ્ટાફ ક્વાટર બન્યા ત્યારથી અત્યાર સુધી કોઈ કર્મચારી રહેવા ગયા નથી અને હાલમા સ્ટાફ ક્વાટર સાવ ખંડેર બની ગયા છે.

કોઇ રહેવા જતાં તેમાં ફર્નીચર બનાવીને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર બનાવાયું છેવટે તે પણ ચાલતા બંધ કરી દેવાયું

અન્ય સમાચારો પણ છે...