ભાજપ લઘુમતિ મોરચા ધંધૂકા દ્વારા હજયાત્રાઅોનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાશહેર તથા તાલુકાના 22 જેટલા મુસ્લિમ ભાઇઅ અને બહેનો હજ કમિટી દ્વારા હજયાત્રાએ જનાર છે તેમનો સન્માનવાનો તથા વિદાય આપવાનો સમારંભ ભાજપ શહેર તથા તાલુકા લઘુમતિ મોરચા દ્વારા ધંધૂકા મોઢવાડી ખાતે યોજાયો હતો.

સમારંભનું પ્રમુખ સ્થાન ગુજરાત રાજય અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના ચેરમેન અને ગુજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના પ્રમુખ સુફી સંત મહેબુબ બાવામીંયા સંભાળ્યું હતું.

પ્રસંગે ધંધૂકા વિસ્તારના ધારાસભ્ય લાલજીભાઇ મેર, હજ કમિટી મેમ્બર તથા ગુજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના ઉપાધ્યક્ષ યુનુસભાઇલ તલાટ, જગદીશભાઇ સોની, એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહીલ, ધંધૂકા તાલુકા ભાજપ પ્રમુખ ભુપતસિંહ ચુડાસમા, ધંધૂકા શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ રામી, ધંધૂકા નગરપાલિકા પ્રમુખ ધીરુભાઇ રાશમીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સુફી સંત મહેબુબ બાવામીંયા દ્વરા હજ યાત્રિકોનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યુ હતુ તથા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

22 જેટલા મુસ્લિમનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...