તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દિ’માં કેનાલમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં 98 પાલિકાના કર્ચારીઓની બેઠક યોજાઇ

બરવાળા,ધંધૂકા, રાણપુરમાં ઓછો વરસાદ અને આવા સમયે નર્મદા કેનાલ ખાલી ખરા સમયે ખેડૂતોને પાણી મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તંત્રના અધિકારીઓ એનકેન પ્રકારે બહાના કાઢી છટકી રહ્યા છે, ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા.

નર્મદાની લીંબડી શાખા નહેરૂમાં પાણી બંધ થઈ જતાં વિસ્તારમાં આવતા ગામડાઓ વાગડ, ગલસાણા, સુંદરીપાણા, સાલાસર, ઊંઘડી, સુંદરીપાળાના ખેડૂતોને કપાસનો પાક જીવંત રાખવા પાણીની તાતી જરૂરિયાત છે. કેનાલમાં પાણી છોેડવા માટે તંત્ર ખેડૂતોને અલ્ખા તલ્ખા આપી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતો પણ વડી લેવાના મૂડમા આવી ગયા છે. અંગે સુંદરિયાણા ગામના પૂર્વ સરપંચ ભરતસિંહ સોનાણી, વેઝડકા ગામના ખેડૂત અગ્રણી જામભા પરમાર, ચંદરવા ગામના ખેડૂત અગ્રણી બહાદુરભાઈ ઉમ તથા ઊંચડી ગામના પૂર્વ સરપંચ પ્રદ્યુમનસિંહ ચુડાસમાએ હૂંકાર સાથે જણાવ્યું હતું કે,બે દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં સરકારના તમામ કાર્યક્રમનો ખેડૂતો વિરોધ કરશે અને લીંબડી ખાતે વિસ્તારના ખેડૂતો આંદોલન શરૂ કરશે.

જ્યારે અંગે નર્મદાના કાર્યપાલક ઈજનરે આર. એ. પરમાર સાથે ટેલિફોનથી વાત કરતાં તેમણે જણાવ્યું હતુંક ે, છેલ્લા સાત દિવસથી પમ્પિંગમાં ખરાબી થવાથી કેનાલને પાણી મળતું નથી. ધીમેધીમે હવે શરૂ કરવાના આવ્યું છે. કેનાલમાં 700 ક્યુસેક પાણી છોડવામાં આવે તો તમામ પાણી મળી શકે પરંતુ હાલમાં 450 ક્યુસેક પાણી કેનાલમાં હોવાથી નજીકના ગામડાવાળાને પાણી મળી શકે છે, જ્યારે દૂરના ગામડા સુધી પાણી પહોંચતુ નથી. તેમજ કેવડિયાકોલોની મુખ્ય કેનાલની સપાટી નીચી છે, જ્યારે આણમી કેનાલની સપાટી ઊંચી હોવાથી પંમ્પિગ દ્વારા પાણી કેનાલમાં નાખવામાં આવે છે, માટે મીકેનિકઓ દ્વારા જેટલી ઝડપથી પંમ્પિગથી કામગીરી ઝડપી થશે તેમ કેનાલને પાણી ઝડપથી મળશે પરંતુ ક્યારે કેનાલમાં પાણીનો જથ્થો વધુ મળશે તે કહેવું શક્ય નથી તેમ તંત્ર દ્વારા જણાવાયું હતું.

આમ નર્મદાની લીંબડી કેનાલ ખાલી રહેતા ખરા સમયે ખેડૂતોને પાણી મળતાં ખેડૂતોને રાતા પાણીએ હોવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ પણ સરકાર સામે બાયો ચડાવી વિસ્તારમાં સરકારી કાર્યક્રમનો વિરોધ કરવાનો હૂંકાર ખેડૂતોએ કર્યો છે.

ખેડૂતોએ વિસ્તારમાં સરકારી કાર્યક્રમનો વિરોધ કરવાનો રણટંકાર કર્યો

ખેડૂતોનો હુંકાર | બરવાળા, ધંધૂકા, રાણપુરમાં સિંચાઇ માટે સમયસર પાણી મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી

અન્ય સમાચારો પણ છે...