ભાસ્કર ન્યૂઝ.ધંધૂકા
ધંધૂકાનીજાણીતી કેળવણી સંસ્થા બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલની સ્થાપનાને 125 વર્ષ પૂરા થતા રજત જયંતી મહોત્સવ યોજાયો હતો.
સમારંભનું પ્રુમખ સ્થાન રાજયકક્ષાના મંત્રી કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ પ્રદીપસિંહ જાડેજા, અતિથી વિશેષ પદે ધંધૂકાના ધારાસભ્ય અને જિ.શિક્ષણાધિકારી મહેશ જોષી, ગુજરાત રાજય સંચાલક મંડળના પ્રમુખ એન.એમ. પટેલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજયકક્ષાના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રસંગે જણાવ્યું કે 125 વર્ષ પહેલા શાળા શરૂ કરવાના વિચારને વંદન છે. 19 મી સદીમાં બાહુબળથી રાજય થતુ હતુ. 20 મી સદીમાં મુડીથી રાજય થતુ હતું અને હવે 21મી સદી શિક્ષણ, ટેકનોલોજી અને વિજ્ઞાનની છે તે રાજ કરશે. સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચકક્ષાનું શિક્ષણ મહત્વનું બની રહેશે.
શાળાને 125 પુરા થતા શાળા તરફથી સેવીનિયર બહાર પડાયો હતો. જેનું વિમોચન કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે થયું હતું. શાળા તેજસ્વી છાત્ર-છાત્રાઓનું શીલ્ડ-ઇનામ આપી સન્માનિત કરાયા હતા. શાળાના ભૂતપૂર્વ શિક્ષક રસીકલાલ મોદી (93) તથા સ્વાતંત્ર્ય સેનાની કિશોરભાઇ શાહનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું.
શાળાના આચાર્ય અમરીશભાઇ ઝીંઝુવાડીઆએ સ્વગાત પ્રવચન કર્યું હતું. શાળાના કેળવણી મંડળના મંત્રી રમેશભાઇ આક્રુવાલાએ શાળાના વિકાસની ઝાંખી તેમના વકત્વયમાં આપી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ શાળા પરીવાર તરફથી યોજવામાં આવ્યો હતો.
ધંધૂકા બિરલા હાઇસ્કૂલને 125 વર્ષ પૂરા થતાં \\\"રજત શતાબ્દી મહોત્સવ\\\' યોજાયો
કાયદા મંત્રી, ધંધૂકાના ધારાસભ્ય, જિ.શિક્ષણાધિકારી હાજર રહ્યા