તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલના નબળા કામ કોઇ કરે, પરિણામ ભોગવે ખેડૂતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદાનીવલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ થતા કેનાલમાં ગાબડા પડતા કેનાલનું નબળુ કામ થયુ હોવાનું બહાર આવ્યુ હતુ જેને લઈ ખેડૂતોને કેનાલમાં ગાબડા પડવાની ચિંતા સતાવી રહી છે.

નર્મદાની વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણીબંધ થતા ખાલી કેનાલમાં ઠેર ઠેર ગાબડી દેખાય આવતા કેનાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી અને હલકી કક્ષાનું થયું હોવાનું બહાર આવતા કેનાલ ભવિષ્યમાં ગાબડુ પડવાની શકયતાઓને લઈ ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ફરી વળવાની ભીતી શેવાઈ રહી છે

કેનાલ રાણપુર ધંધુકા રોડ ઉપર પાટણા ગામ પાસેથી કેનાલ પસાર થાય છે. અને કેનાલમાં હાલમાં પાણીનો પ્રવાહ બંધ હોવાથી કેનાલ સાવ ખાલીખમ પડતી છે. ત્યારે કેનાલની બન્ને બાજુની દિવાલોમાં ગાબડા પડી ગયા છે. અને દીવાલો ઘસીને માટી કેનાલમાં ઘસી ગઈ છે. માટે આવનાર દિવસોમાં દીવાલમાં ગાબડા પડવાની શકયતાઓને લઈ કેનાલની નજીકના ખેતરોમાં પાણી ફરી વળવાની ભીતીને લઈ ખેડૂતો ચીંતીત થયા છે. અને આવી ઘટના બન્નેને પહેલા કેનાલનું સમારકામ કરવામાં આવે તેવું સ્થાનીક ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

રાજ્યભરમાં નર્મદા કેનાલના કામની ગુણવત્તા સામે વારંવાર પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. અવારનવાર કોઇને કોઇ કેનાલ તૂટી જતી હોય તે બહાર આવતું હોય છે.આવા નબળા કામ માટે જે તે જવાબદાર સામે પગલા ભરાયા હોય તેવું તો લોકોની સ્મૃતિમાં નથી પણ કેનાલ તૂટવાથી તેના પાણી આસપાસના ખેતરમાં ફરી વળતા નુકશાન તો છેવટે ખેડૂતોને થતું હોય છે. તસવીર-કેતનસિંહપરમાર

કેનાલની દીવાલમાં ગાબડા પડવાથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ફરી વળવાની ભીતિ

પાણી બંધ થતાં નર્મદાની લીંબડી બ્રાન્ચ કેનાલનું નબળુ કામ છતું થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો